જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટી તથા કેશોદ ડીવીઝનનાં નાયબ પોલીસ અધિકારી જે.બી. ગઢવીનાં સીધા માર્ગદર્શન હેઠળ વંથલી પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એ.પી. ડોડીયા તથા હે.કો. બી.એન. પરમાર, પ્રતીકભાઈ ઠાકર, પો.કો. અરૂણકુમાર મહેતા તથા ભરતસિંહ સીસોદીયા અને કિરીટભાઈ કામળીયા સહિતનો સ્ટાફ દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિઓ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનાં ભાગરૂપે પ્રોહિબીશન ડ્રાઈવ અંતર્ગત પેટ્રોલીંગમાં હતા ત્યારે ચોકકસ બાતમીનાં આધારે પીએસઆઈ એ.પી. ડોડીયા અને સ્ટાફ દ્વારા વંથલી તાલુકાનાં ઘુડવદર ગામની ગારીમાં આવેલ બ્લોકનાં કારખાના પાસે એક સફેદ કલરની હોન્ડા સીટી કાર નં. જીજે-૦પ-સીડી- ૩ર૬૩ વાળીમાં દેશી પીવાનો દારૂ, પ્લાસ્ટીકનાં બાચકા નંગ-ર૬, બુંગીયા નંગ-૧પર તથા દેશી દારૂ લિટર ૭૬૦ કિં. રૂા. ૧પ,ર૦૦, ફોર વ્હીલ કાર રૂા. ૧,પ૦,૦૦૦ તથા વીવો કંપનીનો મોબાઈલ રૂા. પ૦૦૦ મળી કુલ રૂા. ૧,૭૦,ર૦૦નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. અને ભરતભાઈ માંડાભાઈ મોરી રબારી (ઉ.વ.૧૮) રહે. પંચેશ્વર જૂનાગઢવાળાને ઝડપી લઈ તેના વિરૂધ્ધ પ્રોહિબીશન અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews