જૂનાગઢ જીલ્લાની ૩૩૮ ગ્રામ પંચાયતોની ચૂંટણીનો પ્રચાર અંતિમ ચરણમાં

0

જૂનાગઢ સહિત રાજયભરની ૧૦૦૦૦થી વધારે ગ્રામ પંચાયતોની યોજાનારી ચૂંટણી અંગેનો પ્રચાર અંતિમ ચરણમાં પ્રવેશી ગયો છે અને આવતીકાલ તા. ૧૭ ડિસેમ્બર સાંજનાં પ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે અને મતદારોનો ડોર ટુ ડોર સંપર્કની કાર્યવાહી મતદાનનાં આગલા દિવસની રાત્રી સુધી ચાલતી રહેશે. હાલ ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીલક્ષી માહોલ જાેવા મળી રહયો છે. જૂનાગઢ જીલ્લામાં યોજાનાર ૩૩૮ ગ્રામ પંચાયતોની યોજાનાર ચૂંટણીમાં ૭૮૭ મતદાન મથકોનો સમાવેશ થાય છે. ૭૮૭ મતદાન મથકોમાંથી સામાન્ય મતદાન મથકોની સંખ્યા ૩પ૮ છે. જયારે સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ર૬પ છે અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ૧૬પ છે. દરમ્યાન આગામી તા. ૧૯ ડિસેમ્બરનાં રોજ રવિવારે સાંજનાં ૭ થી સાંજનાં ૬ વાગ્યા સુધી મતદાનની કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢ જીલ્લામાં કુલ ૪૧ર ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી ૧૭માં પેટા ચૂંટણી અને કેશોદનાં ખીરસરામાં ૧ મધ્યસત્ર ચૂંટણી મળી કુલ ૪૩૦ ગ્રામ પંચાયતોમાં અને ૩૪પ૮ વોર્ડમાં ચૂંટણી જાહેર કરાઈ હતી. દરમ્યાન સરપંચ પદ માટે ૪૧ર ઉમેદવારો મેદાનમાં હતા જેમાંથી ૬ર ગ્રામ પંચાયતો ૪૯૬ ૯૮૭ વોર્ડ બિનહરીફ થયા છે જયારે ત્રણ સરપંચ અને ૯૩ વોર્ડ ખાલી રહયા છે. અહીં કોઈએ ફોર્મ ભર્યા નથી અને આ ગામોમાં ફરીથી ચૂંટણી યોજાશે. દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં ૩૩૮ ગ્રામ પંચાયતોમાં ૩૩૩ સરપંચો અને ૧૮૮ર વોર્ડમાં ચૂંટણીજંગ જામવાનો છે ત્યારે ગ્રામ્ય કક્ષાએથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોનાં કાર્યાલયો ધમધમી રહયા છે. વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી દરમ્યાન જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. જયારે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!