જૂનાગઢ શહેરમાં કૃષિ યુનિ.નાં રમત-ગમત મેદાન ખાતે આજથી ત્રણ દિવસીય યોગ શિબિરનો પ્રારંભ થયો છે. ગુજરાત સરકારનાં રાજય યોગ બોર્ડ દ્વારા આ મહા શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જૂનાગઢનાં આંગણે યોજાઈ રહેલી યોગ શિબિર અંતર્ગત ગઈકાલે કૃષિ યુનિ. ખાતે રમત-ગમત કલ્યાણ પ્રવૃતિ વિભાગનાં કોન્ફરન્સ હોલમાં એક પત્રકાર પરીષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરીષદમાં ગુજરાત રાજય યોગ બોર્ડનાં ચેરમેન શીશપાલ તેમજ કૃષિ યુનિ. વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિનાં અધિકારી વૈદ્યભાઈ તેમજ જૂનાગઢ ખાતેનાં યોગ કોચ ચેતનાબેન ગજેરા, નિવૃત શિક્ષક કાપડીભાઈ તેમજ યોગ સાધકો ઉપસ્થિત રહયા હતા. આ પત્રકાર પરીષદમાં પ્રિન્ટ અને ઈલેકટ્રોનિકસ મિડીયાનાં પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહયા હતા. ગઈકાલે યોજાયેલી પત્રકાર પરીષદમાં ઉપસ્થતિઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોગને વિશ્વ કક્ષાએ લઈ જઈ અને તા. ર૧ જૂનનાં દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે નામાંકીત કરેલ છે તે ગૌરવની બાબત છે તેમજ ગુજરાત સરકારનાં માધ્યમથી ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગ પહોંચે તે માટેનાં પ્રયાસો હાથ ધરાયા છે જેના ભાગ રૂપે જૂનાગઢ ખાતે ત્રણ દિવસની યોગ શિબિર યોજાઈ છેે ત્યારે આ યોગ શિબિરમાં ભાગ લેવા આહવાન કરવામાં આવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews