નવી સિવિલ હોસ્પીટલ પાસે લારી ધારકોની અથડામણ બાદ એ ડીવીઝન પોલીસ દ્વારા કડક કાર્યવાહી : લારીઓ દુર કરાઈ

0

જૂનાગઢની નવી સિવિલ હોસ્પીટલ પાસે ગઈકાલે જુના મનદુઃખને પગલે બે લારી ધારકો વચ્ચે અથડામણ થઈ હતી અને છુટ્ટા પથ્થરો અને સોડા બોટલો ઉડી હતી અને તંગદીલી ભર્યુ વાતાવરણ સર્જાયુ હતું. આ બનાવની જાણ થતાં એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એ.કે. પરમાર અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિને નિયંત્રણ હેઠળ લીધી હતી. સિવિલ હોસ્પીટલ પાસે અવાર નવાર મારામારી સહિતનાં બનાવો બનતા હોય જેને કારણે પોલીસે કડક કાર્યવાહી કરી હતી. તાત્કાલીક અસરથી મહાનગરપાલિકાની દબાણ શાખાને બોલાવી નવી સિવિલ હોસ્પીટલ પાસે થયેલા દબાણો અને લારીઓ પોલીસ દ્વારા જ જેસીબી મંગાવી અને દુર કરવામાં આવેલ હતી. એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એ.કે. પરમારની તાત્કાલીક કડક કાર્યવાહીને પગલે હોસ્પીટલ તંત્ર દ્વારા આ કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!