જૂનાગઢ બાર એસોસીએશનનાં વર્ષ ર૦રર-ર૩ના નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને હોદેદારોની વરણી કરવા માટે આજે ચુંટણી યોજાઈ રહી છે. જેનાં માટે જૂનાગઢ કોર્ટ બિલ્ડીંગ ખાતે કોરોનાની તમામ ગાઈડ લાઈનના પાલન સાથે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જૂનાગઢ બાર એસોસીએશનનાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જાેઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર, કારોબારી સભ્ય મહિલા અનામત અને સિનીયર કારોબારી સભ્યોની ચુંટણી માટે કવાયત ચાલી રહી છે. ત્યારે આ ચુંટણીમાં કુલ ૪૧ ઉમેદવારોએ અલગ અલગ વિભાગમાં ફોર્મ ભર્યા હતાં. જેમાં તા. ૬ ડીસેમ્બરનાં રોજ ઉમેદવારીપત્ર પરત ખેંચવાનાં અંતિમ દિવસ હોય જેમાંથી ૬ ઉમેદવારી ફોર્મ પરત ખેંચાતા મુખ્ય ચુંટણી અધિકારી પી.એમ. કારીયા દ્વારા ફાઈનલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં સિનીયર કારોબારી પદ બે બેઠક માટે બે ઉમેદવારો વધતાં તે બંને ઉમેદવારો રાવલ ભરતભાઈ અને વાઘેલા મુકતાબેનને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતાં. જયારે બાકીનાં ૩૩ ઉમેદવારોની ફાઈનલ યાદી તૈયાર થતાં તેઓની આજે ૧૭ ડીસેમ્બરનાં રોજ ચુંટણી યોજાઈ રહી છે. સવારે ૯.૩૦ થી સાંજનાં પ.૩૦ કલાક સુધી મતદાન થશે જેમાં કુલ ૭૧૬ મતદારો નોંધાયેલા છે. આજે સાંજે મતદાન બાદ તા. ૧૮નાં રોજ મત ગણતરી કરવામાં આવશે.
કયાં કેટલા ઉમેદવાર
પ્રમુખ માટે ર, ઉપપ્રમુખ માટે ૩, સેક્રેટરી પદ માટે ર, જાેઈન્ટ સેક્રેટરી માટે ૬, ટ્રેઝરર પદ માટે ર, કારોબારી પદ માટે ૧પ, મહિલા અનામત માટે ૩ ઉમેદવાર મેદાનમાં છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews