મંગળવારે જૂનાગઢમાં ૧૩ કલાક ૧૧ મિનિટ પ સેકન્ડની સોૈથી લાંબી રાત્રીનો લોકો અનુભવ કરશે

0

મંગળવાર તા.ર૧ ડિસેમ્બરે રાત લાંબી અને દિવસ ટૂંકાનો લોકો અનુભવ કરશે. પૃથ્વી ર૩.પ અંશે ઝુકેલી હોવાના કારણે દિવસ-રાતમાં લાંબા-ટુંકા ફેરફાર અને ૠતુઓ ઉત્પન્ન કરવામાં કારણભૂત છે. સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરે છે તેથી ઉત્તરાયણ કહેવામાં આવે છે. પૃથ્વીની ધરી સીધી હોત તો દિવસ-રાત ૧ર-૧ર કલાકની બને છે. મંગળવારે રાજકોટમાં ૧૩ કલાક અને ૧૪ મિનિટ ૧૧ સેકન્ડ તથા જૂનાગઢમાં ૧૩ કલાક ૧૧ મિનિટ પ સેકન્ડની સૌથી લાંબી રાત્રીનો લોકો અનુભવ કરશે. ભારત જન વિજ્ઞાન જાથા લોકોને દિવસ-રાતના સામાન્ય ફેરફારોનો અનુભવ કરવા અપીલ કરવામાં આવી છે. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે, રાજકોટમાં રાત્રિ ૧૩ કલાક ૧૪ મિનિટ ૧૧ સેકન્ડ, સુરતમાં રાત્રિ ૧૩ કલાક ૧૩ મિનિટ રપ સેકન્ડ, જૂનાગઢમાં રાત્રિ ૧૩ કલાક ૧૧ મિનિટ પ સેકન્ડ, દ્વારકામાં રાત્રિ ૧૩ કલાક ૧૩ મિનિટ પ૯ સેકન્ડ, અમદાવાદમાં ૧૩ કલાક ૧૭ મિનિટ ૧૧ સેકન્ડ, મુંબઈમાં રાત્રિ ૧૩ કલાક ૦૧ મિનિટ ર૭ સેકન્ડ, ઉજ્જૈનમાં રાત્રિ ૧૩ કલાક ૩૬ મિનિટ, ૦૭ સેકન્ડ, દિબ્રુગઢમાં રાત્રિ ૧૩ કલાક ૩૬ મિનિટ ૦૭ સેકન્ડ, કાશ્મીરમાં રાત્રિ ૧૩ કલાક ૪૩ મિનિટ પ૬ સેકન્ડ, કન્યાકુમારીમાં રાત્રી ૧ર કલાક ર૧ મિનિટ ૦૯ સેકન્ડ લાંબી રાત્રીનો લોકો અનુભવ કરશે. ત્યારબાદ તા.રર બુધવારથી રાત્રી ક્રમશઃ ટુંકી અને દિવસ ક્રમશઃ લાંબો થશે. પૃથ્વીનો ઝુકાવ સૂર્યને પરિભ્રમણ ગતિ, સૂર્ય હોય છે તો દક્ષિણ ગોળાર્ધમાં પણ તે પૃથ્વી તરફ ગતિ કરે છે. નાના-મોટા શહેરોમાં સામાન્ય મિનિટોનો તફાવત જાેવા  મળે છે. વધુમાં પંડયાએ જણાવ્યું કે, સૂર્ય તેના આકાશના વિચરણમાં ઉત્તર ગોળાર્ધમાં ર૩.પ અક્ષાંશ સુધી જ જાય છે અને પછી ત્યાંથી પાછો ફરે છે. તે ર૩.પ અંશ ઉત્તર અક્ષાંશને ઓળંગતો નથી. પૃથ્વી ઉપર ર૩.પ ઉત્તર અક્ષાંશને કર્કવૃત્ત કહે છે. પૃથ્વી ઉપરના ર૩.પ દક્ષિણ અક્ષાંશને મકરવૃત્ત કહે છે. વિશેષમાં જયંત પંડયા જણાવે છે કે, પૃથ્વીની ર૩.પ અંશે ઝુકેલી ધરીને કારણે પૃથ્વી ઉપર ૠતુઓ ઉત્પન્ન થાય છે અને ધ્રુવ પ્રદેશો ઉપર છ-છ મહિનાના દિવસ અને રાત થાય છે. પૃથ્વીના ગોળા ઉપર ઊંચે અક્ષાંશે જે બારે માસ ઠંડી રહે છે ત્યાં બારેય માસ બરફ છવાયેલો રહે છે. અંતમાં જાથાએ આકાશ તરફ લોકો નજર કરતા થાય અને ખગોળ વિષય ઉપર રૂચિ કેળવાય તે માટે અભિયાન આદર્યું છે. મંગળવારે લોકો લાંબામાં લાંબી રાત્રિનો અનુભવ કરી બીજે દિવસથી રાત્રિ ક્રમશઃ સેકન્ડની ગણતરીએ ટુંકી અને દિવસ ક્રમશઃ લાંબો થશે. વિશેષ માહિતી માટે મો.૯૮રપર૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!