ઉના શહેર તેમજ તાલુકામાં જલારામ ભક્તો, રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા આયોજિત વિશાળ પદયાત્રા આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને તેમાં યુવા વર્ગોને સ્થાન આપવામાં આવ્યું છે. શ્રી રઘુવંશી સહિયર ગ્રુપ દ્વારા તેમના આયોજક પાર્થ રૂપારેલીયા, પરેશભાઈ સૂચક, રમેશભાઈ રૂપારેલીયા, અરવિંદભાઈ કાનાબાર, ધવલ લખાણી, મયુર ભૂપતાણી, શ્યામભાઈ સોલંકીના હસ્તે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. દુખિયાના બેલી શ્રી જલારામ બાપા પદયાત્રા ક્યાં અને કેવી રીતે નીકળશે તેમના ઉપર એક નજર કરીએ તો તા.૧૮-૧૨-૨૧ શનિવારના રોજ પ્રદીપભાઈ કાનાબારના સહયોગથી સવારે ચા-પાણી અને નાસ્તો તેમજ તા.૧૯-૧૨-૨૧ રવિવારના રોજ જીજ્ઞાશાબેન દીપકભાઈ બારીયાના સહયોગથી દૂધાણા મુકામે બપોરનું ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે તા.૨૦-૧૨-ર૧ સોમવારના રોજ હિંમતભાઈ પરસોતમભાઈના પરિવારના સહયોગથી હામાપુર મુકામે ચા-નાસ્તો લુવાણા સમાજની વાડી બગસરા મુકામે તા.૨૧-૧૨-ર૧ ભરતભાઈ ભાલાણા પરિવારના સહયોગથી માવજીંજવાગામે ચા-પાણી અને નાસ્તો અને બપોરનું ભોજન તા.૨૨ બુધવારનાં રોજ રધાભાઈ આહીર પરિવાર તરફથી દેવળકી મુકામે બપોરનું ભોજન ત્યારબાદ શ્રી જલારામ મંદિર વિરપુર ખાતે શ્રદ્ધાળુઓ સાંજનો પ્રસાદ લેશે અને રાત્રી મુકામ ત્યાં કરશે. ત્યારે આ પદયાત્રા દુખિયાના બેલી તેવા શ્રી જલારામ બાપાની પદયાત્રા પૂર્ણ થશે તેમાં ભકતો લીન થઇ જશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews