જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિતેજા વાશમશેટ્ટીએ વણ શોધાયેલ ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા સુચનાઓ કરેલ હોય, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પી.જી. જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એન.આઇ. રાઠોડની સુચના આધારે ગુન્હા નિવારણ સ્કોડનો સ્ટાફ મિલ્કત સંબંધી ગુન્હાઓ કરતા ગુન્હેગારોને શોધી પકડી પાડવા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ચોરાઉ મુદ્દામાલ અંગે શોધી કાઢવાની કામગીરીમાં હતા. તે દરમ્યાન પો.કોન્સ. પરેશભાઇ હુણ તથા પો.કોન્સ. મુકેશભાઇ મકવાણા તથા પો.કોન્સ. વનરાજસિંહ ચુડાસમાને સંયુક્તમાં બાતમી રાહે મળેલ હકકીત આધારે ગુન્હા નિવારણ સ્કોર્ડના માણસોએ સાથે મળી જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૩૦૨૪૨૧૨૦૨૦/૨૦૨૧ આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબના કામે ચોરીમાં ગયેલ હોન્ડા કંપનીની કાળા કલરની સાઇન મો.સા. રજી નં.જી.જે.-૧૧-બી.કે.-૦૬૨૮ સાથે પોકેટ કોપ એપ્લીકેશનનો ઉપયોગ કરી એક ચોર ઇસમને જૂનાગઢ ચીતાખાના ચોકથી ગાંધી ચોક વચ્ચેના જાહેર રોડ ઉપરથી પકડી પાડી ચોરી કરેલ મો.સા. કબ્જે લઇ મજકુર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews