તાજેતરમાં પેપર લીક થવાનાં મુદ્દે ફરી એકવાર હોબાળો મચ્યો છે અને એક તકે તો સાચું શું અને ખોટું શું તે બાબતે અનેક અવઢવ રહેલી છે. જાેકે, વિદ્યાર્થીઓની ન્યાયી માંગણી છે અવાર-નવાર વિવિધ પરીક્ષાનાં પેપર ફુટતા હોય તેમજ ગેરરીતિ થવા બાબતે આક્ષેપો અને ફરિયાદો થતી રહે છે. પરંતુ અન્યાય થયેલા વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગણી સંતોષાતી ન હોવાનાં આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે જીપીએસસીનાં પેપર લીક થવાનાં મુદ્દે રાજયભરમાં ઉહાપોહ મચ્યો છે. ત્યારે ગઈકાલે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલની રાહબરી હેઠળ કોંગ્રેસે હલ્લાબોલ કાર્યક્રમ યોજયો હતો અને દેખાવો-સૂત્રોચ્ચાર કર્યા હતા અને ધરપકડ વહોરી હતી અને સરકાર પાસે ન્યાયની માંગણી કરી હતી. વધુમાં કોંગ્રેસ દ્વારા એક આવેદન પત્ર પણ પાઠવવામાં આવેલ છે અને જણાવેલ છે કે, વારંવાર પેપર ફૂટવાની ઘટના સામે આવી રહી છે. જુદી જુદી પરીક્ષાઓના પેપર ફૂટે, ગેરરીતિ થયા છતાં ભાજપ સરકાર પગલા કેમ ભરતી નથી તેવો સવાલ ઉઠાવવામાં આવેલ છે. વધુમાં એવું જાણવા મળે છે કે, ગુજરાત રાજ્યમાં લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયા હોવાનું ભાજપ સરકારે સ્વીકારેલ છે. તો આ સાથે જ બેરોજગાર યુવાનો સાથે અવાર-નવાર પેપર લીક થયાના બનાવો બને છે. અત્રે ઉલ્લેખનીય છે કે , ૨૦૧૪ GPSC ચીફ ઓફિસરનું પેપર, ૨૦૧૫ તલાટી પેપર, ૨૦૧૬ જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલી તલાટી પરીક્ષાનું પેપર ગાંધીનગર, મોડાસા, સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂટ્યું. ૨૦૧૮ TAT-શિક્ષક પેપર, ૨૦૧૮ મુખ્ય-સેવિકા પેપર, ૨૦૧૮ નાયબ ચિટનિસ પેપર, ૨૦૧૮ LRD-લોકરક્ષક, ૨૦૧૯ બિન સચિવલય કારકુન, ૨૦૨૧ હેડ-ક્લાર્ક સહિતની તમામ પરીક્ષામાં પેપર ફુટયા છે અને પેપર લીક થવા પાછળ મોટા મગરમચ્છો છુપાયેલા છે. એમને જેલ હવાલે કરવામાં આવે, પરીક્ષા રદ કરવામાં આવે, તાત્કાલિક પરીક્ષાની નવી તારીખ નક્કી કરવામાં આવે અને જે યુવાનોએ અરજીઓ કરી છે એ તમામ યુવાનોના ફોર્મ માન્ય રાખી એમને પરીક્ષામાં બેસવા દેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. ગઈકાલે યોજાયેલા હલ્લાબોલનાં કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઇ પટેલ, પ્રથમ બારીયા NSUI પ્રમુખ, મીહીર મહેતા, કિશન સાંગાણી, યુગ પુરોહિત NSUI જિલ્લા પ્રમુખ, રેવિન પટેલ, કિશન સાંગાણી શહેર ઉપપ્રમુખ, વિજયભાઈ ચોરવાડીયા, અલ્પેશ કુરેશી, જયદીપ કેલેયા, વર્ષાબેન રાદડીયા, વર્ષાબેન લિંબડ, દિલીપભાઈ ચાવડા સહિત કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલની આગેવાનીમાં મનોજભાઈ જાેશી, મનુભાઇ ધાંધલ, કિશોરભાઇ હદવાની, મનસુખભાઇ ડોબરીયા, દાદુભાઈ, ચુનીભાઈ પનારા, અક્ષયભાઈ ડાંગર, ટિકુબેન, બિપીનભાઈ ઠુમર સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews