અમદાવાદમાં રખડતા પશુ મુકનારા પાસેથી બમણા દરે વહીવટીચાર્જ-નિભાવ ખર્ચ વસુલવા દરખાસ્ત

0

અમદાવાદમાં રસ્તા ઉપર રખડતા પશુઓનો ત્રાસ અટકાવવા હાઈકોર્ટ દ્વારા મ્યુનિ. તંત્રને આપવામાં આવેલા ઠપકા બાદ રોડ ઉપર રખડતા પશુઓ મુકનારા પશુ માલિકો સામે કડક કાર્યવાહી કરવા કવાયત શરૂ કરાઈ છે. આજે મળનારી મ્યુનિ.ની હેલ્થ અને સોલિડ વેસ્ટ કમિટીમાં રોડ ઉપરથી પકડવામાં આવેલા પશુના માલિકો પાસેથી વસુલવામાં આવતા વહીવટી ચાર્જ અને નિભાવ ખર્ચના હાલના દર બમણા કરી વસુલવા અંગેની મંજુરી માંગતી દરખાસ્ત રજુ કરવામાં આવી છે. કમિટી મંજુરી આપશે તો રાજય સરકારની મંજુરી મળ્યા બાદ અમલ કરવામાં આવશે. શહેરમાં આ વર્ષમાં અત્યાર સુધીમાં ૧૦૫૨૪ પશુઓ પકડવામાં આવ્યા છે. ઉપરાંત પશુ માલિકો પાસેથી ૭૭.૫૦ લાખનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હોવા છતાં વિવિધ વિસ્તારમાં રોડ ઉપર પશુ માલિકો દ્વારા પશુઓ છોડવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ નિયંત્રિત કરવા પશ્ચિમના કેટલાક વિસ્તારને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડીને નો કેટલ ઝોન જાહેર કરાયા છે. દરમ્યાન શહેરમાંથી રખડતા પશુઓનો ત્રાસ અટકાવવા કાયમી પગલાના ભાગરૂપે પશુ માલિકો પાસેથી પશુ છોડાવવા બદલ હાલમાં વસુલવામાં આવતા વહીવટી ચાર્જ અને નિભાવ ખર્ચના હાલના દરથી બમણા દર વસુલવા મંજુરી માંગતી દરખાસ્ત હેલ્થ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની મળનારી બેઠકમાં મુકવામાં આવી છે. આ વર્ષના જાન્યુઆરીથી ૧૮ ડીસેમ્બર સુધીમાં દસ હજારથી વધુ રખડતા પશુઓ મ્યુનિ. દ્વારા પકડવામાં આવ્યા હોવા છતાં હજુ જાેઈએ એટલી અસરકારકતા પશુ માલિકો ઉપર જાેવા મળતી નથી. આ વર્ષના આરંભથી ડીસેમ્બર સુધીમાં  ૭૭૭ જેટલા પશુ માલિકો સામે પોલીસ ફરિઆ કારણથી હાઈકોર્ટના નિર્દેશ મુજબ અને રાજય સરકારની પ્રાયોરીટી નીતી નિયમોમાં થયેલ જાેગવાઈને ધ્યાનમાં રાખી પશુ માલિકો સામે કાર્યવાહી કરવા મંજુરી માંગવામાં આવી છે. હેલ્થ કમિટી મંજુરી આપશે એ પછી સ્ટેન્ડીંગ કમિટી અને બોર્ડની મંજુરી બાદ દરખાસ્ત રાજય સરકાર સમક્ષ મંજુરી માટે મોકલવામાં આવશે.

જૂનાગઢ મનપા કયારે જાગશે ?

જૂનાગઢ શહેરનાં માર્ગો ઉપર પણ રખડતા ઢોરની સમસ્યા જાેવા મળી રહી છે. ત્યારે અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની જેમ રખડતા ઢોર પ્રશ્ને તંત્ર કડક કાર્યવાહી હાથ ધરે એવી પ્રજામાં માંગણી ઉઠી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!