યાત્રાધામ દ્વારકામાં રાજાધિરાજ દ્વારકાધીશ ભગવાન બિરાજમાન છે અને શંકરાચાર્યજી પીઠ શારદા પીઠથી સનાતન ધર્મધુરાની આહલેક અવિરત છે. તે નગરીમાં શનિવારના સાંજે જગન્નાથપુરીના શંકરાચાર્યજીના સાનિધ્યમાં ધર્મ સભા યોજાઈ હતી. જે સનાતન પરંપરાને વધુ મજબૂતી પ્રદાન કરનાર બની રહેવા પામી હતી. તેમજ અનેક દ્વષ્ટિકોણથી જીવનને સમૃદ્ધ બનાવવા માટેના પરંપરાગતથી માંડી ધર્મ સંબંધિત માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું જેથી દ્વારકા નગરી દિવ્યમાહોલમાં અભિવૃદ્વી થવા પામી હતી. આ તકે જગન્નાથપુરીના શંકરાચાર્યજીનુંં માર્ગદર્શન પણ રહ્યું હતું કે, બાળકોમાં સંસ્કાર સિંચન એ પરંપરાની હિમાયત કરવામાં આવી હતી. એક જિજ્ઞાસાને સંતોષતા તેઓએ જણાવ્યું કે, આપણા આદિ-અનાદિ સનાતન ધર્મ આંતરિક શુદ્ધિ અને પ્રગતિ માટે યમ-નિયમ પાલન કરવાના આદેશ આપે છે. ત્યારે ધર્મને માત્ર સીમિત ન રાખી વૈશ્વિક દિવ્યતા માટે બાળકોને બચપણથી જ સંસ્કાર આપવા જેમાં સારા પુસ્તકો વાંચવા પાઠ કરવા પ્રાતઃ કાળે ઈશ્વર સ્મરણના ઉપક્રમે તેમજ સત્ય, અહિંસા, નિયમિતતા, સ્વચ્છતા, સાદગી, આજ્ઞાંકિતતા વગેરે અપનાવવા માતા-પિતા બાળકોને કેળવે તે સમયની માંગ છે તેમ જણાવ્યું હતું. આ માર્ગદર્શન ઉપરથી જ બીજી તરફ વાંચકો માટે યાદ કરાવીએ તો એક માતા સો શિક્ષક સમાન ગણાય છે. ગર્ભની વૃદ્ધિ વખતે આયુર્વેદિક ઉપક્રમ કરવા સઘન માર્ગદર્શન આયુર્વેદ શાસ્ત્રમાં અપાયું છે માટે ત્યારથી જ કેળવણીને તંદુરસ્ત તેમજ સંસ્કાર સિંચન શરૂ થઈ જાય છે. દ્વારકા ખાતે શનિવારે સાંજે વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દૂરદૂરથી વિવિધ પ્રદેશોમાંથી ભક્તો, સાધુ-સંતો તથા મોટી સંખ્યામાં નગરજનો પધાર્યા હતા. જગન્નાથપુરી ધામના પિઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય શ્રી નિશ્વલાનંદ સરસ્વતીએ વિશાળ ધર્મસભાને સંબોધી હતી. જગન્નાથપુરીના જગતગુરૂ શ્રી શંકરાચાર્ય શ્રી નિશ્વલાનંદ સરસ્વતીજી મહારાજે દ્વારકામાં મહાધર્મ સભા સંબોધી હતી. જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો તથા દ્વારકાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામીજીએ ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જાે આપવો, ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવું તેમજ ભારતના મંદિરો અને મઠોમાંથી સરકારી દખલગીરી હટાવી સહિતના વિવિધ મુદ્દે શનિવારે સાંજે દ્વારકાની સુંદર પેલેસ ખાતે ધર્મ સભામાં ઉદબોધન કર્યું હતું. સાથે ભક્તો દ્વારા પૂછવામાં આવેલ સવાલના જવાબ પણ આપ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews