જૂનાગઢનાં સક્કરબાગ ઝૂમાં એક જ દિવસમાં વરૂના વધુ ૧૦ બચ્ચાનો જન્મ : ખુશીનો માહોલ

0

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વરૂના વધુ ૧૦ બચ્ચાનો જન્મ થયો છે. આ સાથે એક વર્ષમાં રેકર્ડ બ્રેક ૨૧ બચ્ચાનો જન્મ થયો હોય, કુલ વરૂની સંખ્યા ૬૦એ પહોંચી છે. હજુ પણ ૩ થી ૪ માદા વરૂ પ્રેગનેન્ટ હોય જન્મની સંખ્યા વધી શકે છે. આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યું હતું કે, સક્કરબાગ ઝૂમાં ૧૯ ડિસેમ્બરે વરૂના વધુ ૧૦ બચ્ચાનો જન્મ થયો છે. પ્રગ્યા નામની માદા વરૂએ ૬ બચ્ચાને જન્મ આપ્યો છે. જ્યારે અન્ય એક માદા વરૂ કે જે પ્રગ્યાની પુત્રી થાય છે તેણે ૪ બચ્ચાને જન્મ આપ્યો છે. માતા અને પુત્રી બંને પ્રેગનેન્ટ હતા અને બંનેએ એક જ દિવસે બચ્ચાને જન્મ આપ્યો છે ! દરમ્યાન પ્રગ્યા નામની માદાએ ગત વર્ષે ૫ બચ્ચાને જન્મ આપ્યો હતો જ્યારે આ વર્ષે ૬ બચ્ચાને જન્મ આપ્યો છે.  આમ, પ્રગ્યાએ બે વર્ષમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને વરૂના ૧૧ બચ્ચા આપ્યા છે. દરમ્યાન એક વર્ષમાં વરૂના ૨૧ બચ્ચાનો જન્મ થયો એ પણ એક રેકર્ડ છે. દરમ્યાન હજુપણ ૩ થી ૪ માદા વરૂ પ્રેગનેન્ટ છે જેથી બચ્ચાના જન્મની સંખ્યા વધી શકે છે. જાેકે, આ જન્મ જાન્યુઆરીમાં થવાની સંભાવના છે. ૫ નવેમ્બરે ૫ બચ્ચાનો જન્મ, ૫ ડિસેમ્બરે ૬ બચ્ચાનો જન્મ, જ્યારે ૧૯ ડિસેમ્બરે પ્રગ્યાથી ૬ અને તેની પુત્રીથી ૪ મળી વધુ ૧૦ બચ્ચાનો જન્મ થયો છે. આમ, એક વર્ષમાં વરૂના કુલ ૨૧ બચ્ચાનો જન્મ થયો છે. વર્ષ ૨૦૧૯માં વરૂના ૧૪ બચ્ચાનો જન્મ થયો હતો. ૨૦૨૦માં ૭ બચ્ચાનો જન્મ થયો હતો. જ્યારે ચાલું વર્ષ ૨૦૨૧માં ૨૧ બચ્ચાનો જન્મ થયો છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વરૂની સંખ્યા ૩૯ની હતી. ૫ નવેમ્બરે ૫ જ્યારે ૫ ડિસેમ્બરે ૬ અને ૧૯ ડિસેમ્બરે ૧૦ બચ્ચાનો જન્મ થતા કુલ સંખ્યા ૬૦ એ પહોંચી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!