દલીત સમાજનાં વરિષ્ઠ અગ્રણી, લડાકુ નેતા અને આમ સમાજનાં પ્રશ્ને સતત જાગૃત અને મહાનગરપાલિકાનાં પૂર્વ મેયર લાખાભાઈ પરમારે જૂનાગઢનાં આંબેડકર નગર વિસ્તારમાં પોલીસ ચોકી બનાવવાની માંગણી સાથે ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા હતા. આ દરમ્યાન આંદોલનનાં ૧૯માં દિવસે તેમને પેરેલીસસનો હુમલો આવતા તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી રહ્યા હતા આ દરમ્યાન રસ્તામાં જ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. જીવનનાં છેલ્લા શ્વાસ સુધી લોકપ્રશ્ને લડત આપનારા આજીવન સેવાનાં ભેખધારી લાખાભાઈ પરમાર વિરગતી પામતા તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવી રહ્યા છે. આ દરમ્યાન તા. ૨૦-૧૧-૨૦૨૧ના રોજ વિરગતી લાખાભાઇ વસ્તાભાઈ પરમારનો શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયેલ અને એસસી, એસટી, ઓબીસી માયનોરિટી સમાજના પ્રતિનિધિઓ દ્વારા પુષ્પ દ્વારા શ્રદ્ધાંજલી આપવામાં આવેલ હતી. રાવણભાઈ પરમારે અખબાર યાદીમાં જણાવેલ કે, લાખાભાઇ પરમારને માજી કેબિનેટ મિનિસ્ટર જવાહરભાઈ ચાવડા, પૂર્વ મેયર સતિષભાઈ વિરડા, ધારાસભ્ય પૂંજાભાઈ વંશ(ઉના), ધારાસભ્ય હર્ષદભાઈ રીબાડિયા (વિસાવદર), ધારાસભ્ય બાબુભાઈ વાજા (માળિયા-માંગરોળ), જીલ્લા પંચાયત વિરોધ પક્ષ પ્રમુખ હમીરભાઈ ધુડા, કોંગ્રેસ અગ્રણી હરીભાઈ ધૂડા, કોંગ્રેસ પાર્ટી જીલ્લા પ્રમુખ નટુભાઈ પોકીયા, કોંગ્રેસ શહેર પ્રમુખ અમિતભાઈ પટેલ, ભારતીય યુવા મોર્ચા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પિયુષભાઈ બોરીચા, પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ (રાજકોટ), બહુજન સૌરાષ્ટ્ર દલિત સંગઠનના દેવેનભાઈ વાણવી, પૂર્વ સાંસદ ડો. શેહનાઝબેન બાબી(જેતપુર), પ્રદેશ મહામંત્રી ગુજરાત હીરાભાઈ જાેટવા, ધારાસભ્ય લલિતભાઈ વસોયા(ધોરાજી), જૂનાગઢ મનપા મેયર ધીરૂભાઈ ગોહેલ, ગુજરાત પ્રદેશ અનુ.જાતિના જીતુભાઈ મણવર, પૂર્વ કોર્પોરેટર નરેશભાઈ સાસિયા, બહુજન સાહિત્ય કલાકાર દિનેશભાઈ ગોહેલ, અનુ.જાતિ આગેવાન ભરતભાઈ બથવાર(રાજકોટ), કોર્પોરેટર રજાકભાઈ હાલા, પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ વાઘેલા, સોૈરાષ્ટ્ર ભૂમિ દૈનિકના તંત્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય, સત્ય યુવા મંડળ પ્રમુખ મનસુખભાઈ વાજા, બટુક મહારાજ ઉપલા દાતારવાળા, બટુક મકવાણા(સીપીઆઈ) વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews