જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં ટાઢાટબુકલા જેવું વાતાવરણ છવાયું છે અને આખો દિવસ ઠંડકનો અનુભવ થાય છે. મોડી રાત્રી તેમજ વહેલી સવારે વધારે ઠંડી લાગે છે. દરમ્યાન છેલ્લા ર૦ દિવસથી અતિશય ઠંડીને કારણે લોકોને દિવસ દરમ્યાન ગરમ વસ્ત્ર પરિધાન કરવા પડે છે. દરમ્યાન આજે મળતી વિગત અનુસાર કચ્છનાં નલિયા કરતા પણ ગિરનાર પર્વત ઠંડો રહ્યો છે અને તાપમાન ૪.૬ ડિગ્રી નોંધાયું છે. હજુ પણ આગામી ૩ થી ૪ દિવસ ઠંડી રહેવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે. દરમ્યાન આજે જૂનાગઢનાં ભવનાથ ક્ષેત્ર તેમજ ગિરનાર પર્વત ખાતે અતિશય ઠંડીનાં કારણે કાતીલ ઠંડીનું મોજું પ્રસરી ગયું છે. વન્ય પ્રાણીઓ ઠંડીથી ફફડી ગયા છે તેમજ આજની તીવ્ર ઠંડીને લઈ પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જૂનાગઢ શહેરની વાત કરીએ તો આજે ૯.૬ ડિગ્રી તાપમાન રહ્યું છે ત્યારે પ૩ ટકા ભેજ અને સવારે પવનની ગતિ ર.૧ રહી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews