Tuesday, August 9

હિન્દી ફિલ્મ ઉદ્યોગનાં જાણીતા પાર્શ્વગાયીકા અનુરાધા પૌડવાલ અંબાજી માતાજીનાં દર્શને

0

હિન્દી ફિલ્મ ઉદ્યોગનાં જાણીતાં પાર્શ્વગાયીકા તેમજ સંખ્યાબંધ હિટ હિન્દી ફિલ્મોનાં ગીતોમાં પોતાનો સુરીલો કંઠ આપનારા તેમજ ધાર્મિક અને ભકિત ગીતો તેમજ ભકિતસભર ભજનોમાં પણ પોતાનાં અનોખા કંઠ દ્વારા એક ભકિતમય વાતાવરણ ઉભુ કરનારા અને અત્યંત લોકપ્રિય ગીતોમાં પોતાનો અવાજ આપનારા અનુરાધા પૌડવાલ આજે ગિરનારની ટોચ ઉપર બિરાજતા જગતજનની અંબા માતાજીનાં મંદિરે દર્શનનો લાભ લીધો હતો. આ અંગે મળતી વિગત અનુસાર ઉષા બ્રેકો કાું. દ્વારા જૂનાગઢ ગરવા ગિરનાર ખાતે કેન્દ્ર સરકાર અને રાજય સરકારનાં સહયોગ સાથે ગિરનાર રોપ-વે યોજના કાર્યરત બની છે ત્યારે આ રોપવેનાં માધ્યમથી દેશભરનાં નામી સેલીબ્રીટીઓ અવાર નવાર ગિરનાર ક્ષેત્રની મુલાકાત દરમ્યાન અંબાજી માતાજીનાં દર્શનનો પણ લાભ મેળવતા હોય છે. આ દરમ્યાન જાણીતા પાર્શ્વગાયીકા અનુરાધા પૌડવાલે પણ અંબાજી મંદિર સુધીની રોપ-વે યાત્રા કરી હતી. અને અંબાજી માતાજીનાં દર્શનનો લાભ લીધો હતો. આ તકે અંબાજી માતાજી મંદિર ટ્રસ્ટ તરફથી માતાજીની ચુંદડી પ્રસાદ તરીકે આપી અને અનુરાધા પૌડવાલનું યથોચિત સન્માન કરવામાં આવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!