તાજેતરમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં ભરતી કરવામાં આવેલ ગ્રામ રક્ષક દળ(જીઆરડી)ના જવાનોની તાલીમ શરૂ કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલોસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જિલ્લામાં ભરતી કરેલા ગ્રામ રક્ષક દળ(જીઆરડી)ના જવાનોની તાલીમ શરૂ કરવા આપેલ સૂચના આધારે જૂનાગઢ જિલ્લા ઇન્ચાર્જ જીઆરડી પીએસઆઇ ડી.આર. વંશ તથા સ્ટાફના હેડ ક્લાર્ક હિરાણી, માનદ અધિકારી હરસુખભાઈ લોઢીયા સહિતના સ્ટાફની ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લાના અલગ-અલગ તાલુકા મથક ખાતે તાલીમ શરૂ કરવામાં આવેલ છે. જે પૈકી મેંદરડા અને વિસાવદર તાલુકાના પસંદગી પામેલા જીઆરડી જવાનોની તાલીમ મેંદરડા તાલુકાના માનપુર ગામ ખાતે આવેલ આલ્ફા સ્કૂલના ગ્રાઉન્ડમાં યોજવામાં આવેલ હતી. આ તાલીમ આપ્યા બાદ નવા ભરતી થયેલા અને તાલીમ પામેલા જીઆરડી જવાનોની પાસિંગ આઉટ પરેડ પણ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં મેંદરડા તાલુકાના માનપુર ગામ ખાતે આવેલ આલ્ફા સ્કૂલના ગ્રાઉન્ડમાં યોજવામાં આવેલ હતી. પાસિંગ આઉટ પરેડમાં આલ્ફા સ્કૂલના સંખ્યાબંધ વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા અને પરેડ કરતા જીઆરડી જવાનોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. પાસિંગ આઉટ પરેડ બાદ નવા ભરતી પામેલા જીઆરડી જવાનોને ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા શપથ પણ લેવડાવવામાં આવેલ હતા. તેમજ જીઆરડી જવાનોને પ્રમાણિકતા અને ખંતથી નોકરી કરવા સલાહ આપી હતી. નવા ભરતી પામેલા જીઆરડી જવાનોની તાલીમ મેંદરડા તાલુકાના માનપુર ગામ ખાતે આવેલ આલ્ફા સ્કૂલના ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરવા બદલ શાળાના સંચાલકો અને પ્રિન્સિપાલ સુરસિંહ ઝાલાનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. ઉપરાંત, જીઆરડી જવાનોને સુંદર તાલીમ આપવા બદલ ઇન્ચાર્જ જીઆરડી પીએસઆઇ ડી.આર. વંશ અને તેમની ટીમને અભિનંદન આપવામાં આવેલ હતા. આજ રીતે નવા ભરતી પામેલા જીઆરડી જવાનોની તાલીમ માંગરોળ, માણાવદર અને કેશોદ ખાતે પણ યોજાયેલ હતી. આગામી સમયમાં ભેસાણ, જૂનાગઢ તાલુકા ખાતે પણ તાલીમ યોજાનાર છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews