જૂનાગઢ જીલ્લાની ૩૩૬ ગ્રામ પંચાયતની સામાન્ય અને બે ગ્રામ પંચાયતોની પેટાચુંટણીનું ગત રવિવારે મતદાન થયા બાદ આજે ખુલજા સીમ સીમની માફક મત ગણતરી કાર્ય હાથ ધરવામાં આવેલ છે. જૂનાગઢ તાલુકાની ગ્રામ પંચાયતોની ચુંટણી માટેનું મત ગણતરી કાર્ય આજે સવારે બહાઉદીન કોલેજ ખાતે શરૂ કરવામાં આવેલ હતું. ઉપસ્થિત ચુંટણી અધિકારી, સ્ટાફ તેમજ ઉમેદવારો અને તેમનાં ટેકેદારોની ઉપસ્થિતિમાં મત પેટીઓ નિર્ધારીત સમયે ખોલવામાં આવી હતી. અને મત ગણતરીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવેલ હતો. જૂનાગઢમાં ૧૪ ટેબલ, વંથલીમાં ૧૩, માણાવદરમાં ૧૩, કેશોદમાં ૯, માંગરોળમાં ૧૦, માળીયા હાટીનામાં ર૦, મેંદરડામાં ૧૩, ભેંસાણમાં રર અને વિસાવદરમાં ૧૮ ટેબલ મળી કુલ ૧૩ર ટેબલ ઉપર મત ગણતરી કાર્ય હાથ ધરવામાં આવેલ હતું. આ ઉપરાંત જૂનાગઢ જીલ્લાનાં વંથલી, માણાવદર, કેશોદ, માંગરોળ, માળીયા હાટીના, મેંદરડા, વિસાવદર, માંડાવડ અને ભેંસાણ ખાતે પણ મત ગણતરીનું કાર્ય શરૂ થયું હતું. રવિવારે જૂનાગઢ સહીત રાજયભરની ગ્રામ પંચાયતોની ચુંટણીનો કાર્યક્રમ સાંજ સુધીમાં સંપન્ન થતાં પુરતી તકેદારી સાથે મત પેટીઓ જે તે તાલુકા સેન્ટર ખાતે લાવવામાં આવેલ હતી. જૂનાગઢ તાલુકાની ચુંટણીની મત પેટીઓ બહાઉદીન કોલેજ ખાતે લાવવામાં આવી હતી. અને આજે સવારે મત ગણતરી કાર્ય હાથ ધરવામાં આવેલ હતું. શિયાળાની આ કડકડતી ઠંડીમાં વહેલી સવારથી જ સંબંધીત ગ્રામ પંચાયતનાં ઉમેદવારો, તેમનાં ટેકેદારો, પ્રતિનિધિઓ આજે જૂનાગઢમાં બહાઉદીન કોલેજનાં ગ્રાઉન્ડ ખાતે પહોંચી ગયા હતાં. એટલું જ નહી બહાઉદીન કોલેજની બહાર પણ ભીડ જાેવા મળતી હતી. ગ્રામ્ય વિસ્તારની ચુંટણીનું ચક્ર પૂર્ણ થયું છે અને આજે મત ગણતરી કાર્ય હાથ ધરવામાં આવેલ છે ત્યારે બપોર સુધીમાં ટ્રેન્ડ મળતો જશે. આજે બપોર બાદથી મોડી રાત્રી સુધી એક પછી એક પરીણામો જાહેર થવાની ધારણા છે. બીજી તરફ ગ્રામ પંચાયતની ચુંટણીનાં પરીણામોને લઈ ભારે ઉત્તેજના જાેવા મળી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews