ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ ઉપર અત્રેથી આશરે ૧૩ કી.મી. દૂર આરાઘના નજીક પૂરઝડપે બેફિકરાઈપૂર્વક જઈ રહેલી જી.જે.-૧૦-ડી.ઈ.-૪૩૧૭ નંબર અને ઇકો મોટરકાર ચાલકે આ માર્ગ ઉપર જઈ રહેલી જી.જે.-૧૮-બી.એન.-૩૩૨૫ નંબરની એક આર્ટિકા કાર સાથે રોંગ સાઈડમાં આવીને ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રહીશ હિરેનભાઈ બળદેવભાઈ રબારી નામના બત્રીસ વર્ષના યુવાન તથા તેમની સાથે રહેલા અન્ય મુસાફરોને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આથી વાડીનાર મરીન પોલીસે ઈક્કો કારના ચાલક સામે જુદી-જુદી મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews