ગીર સોમનાથ જીલ્લાની વેરાવળ ખાતે આવેલી કામધેનુ યુનિર્વસીટી ગાંધીનગરનાં નેજા હેઠળ કાર્યરત ફિશરીઝ કોલેજમાં અભ્યાસક્રમોની સાથો સાથ મસ્ત્ય અંગેનાં સંશોધનો અને તેને લગતા ઉત્પાદનો બનાવવાનું કાર્ય થાય છે. ફિશરીઝ કોલેજનાં પ્રાધ્યાપક ડો. જીતેશ સોલંકીનાં માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા સુકી માછલીનાં વિવિધ ઉત્પાદનો બનાવેલ અને તેમાંથી બનેલ વિવિધ વાનગીઓનું પ્રદર્શન રાખવામાં આવેલ હતું. આ પ્રદર્શનમાં કોલેજનાં આચાર્ય ડો. એસ.આઈ. યુસફઝઈ, ડો. ચુડાસમા તેમજ અન્ય પ્રાધ્યાપકોએ જહેમત ઉઠાવી હતી. સુકી માછલીની વિવિધ ગુણવત્તાયુકત ઉત્પાદનોની સાથે ‘રેડી ટુ ઈટ’ ઉત્પાદનો પણ પ્રદર્શન કરવામાં આવ્યા હતાં. આ પ્રદર્શનમાં કોલેજનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને આવનારા દિવસોમાં પેકેજીંગ અને ગુણવત્તા કેમ વધારવી તેમનું માર્ગદર્શન લીધેલ હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews