દ્વારકાને વધુ એક સુવિધા પ્રવાસન વિભાગ આપશે. દ્વારકા, નાગેશ્વર, શિવરાજપુર બીચ, મોમાઈ બીચ, ભડકેશ્વર મંદિરને સાંકળીને ડબલડેકર બસ સેવા શરૂ થશે. આ માટે હોટેલ એસોસિએશન અને દિવ્ય દ્વારકા ફાઉડેશનએ પ્રવાસન વિભાગને રજુઆત કરી હતી જેના અનુસંધાને આ સેવા શરૂ થશે. યાત્રાધામ દ્વારકાની યાત્રાએ આવતા પ્રવાસીઓ તથા યાત્રીકોને દ્વારકા વિસ્તારના આસપાસના પ્રવાસન સ્થળો ઉપર અદ્યતન વાહનની સુવિધા મળી રહે તે માટે હોટેલ અસોસિએશન અને દિવ્ય દ્વારકા ફાઉડેશનએ કરેલી રજુઆતની ફળશ્રુતિરૂપે ગુજરાત પ્રવાસન વિભાગ ડિસેમ્બરના અંત સુધીમાં ડબલ ડેકર બસની સુવિધા દ્વારકાથી શરૂ કરશે તેમ જાણવા મળે છે. દ્વારકામાં યાત્રીક પ્રવાસીઓનો કોરોનાનો વેવ પ્રમાણમાં ઓછો થયા બાદ ખાસ કરીને હિન્દુ ધર્મના લોકોમાં ધર્મ પ્રત્યે ખૂબ શ્રદ્ધા વધતી છે જેને લઈને ચાલું વર્ષમાં જન્માષ્ટમી, દિવાળી જેવા વેકેશનમાં પ્રવાસી યાત્રીકોનો પ્રવાહ અવિરત વહેતો રહે છે. જ્યારે ડિસેમ્બરના નાતાલ વેકેશનમાં પણ પ્રવાસી યાત્રીકોનો પ્રવાહ અવિરત મોટા પ્રમાણમાં રહેશે તેવું જણાઈ છે. જેથી ગુજરાત પ્રવાસન વિભાગ શરૂ કરી રહેલી ઉપરોકત પ્રવાસી દશર્નીય સુવિધા થકી દ્વારકા વિસ્તારની દશર્નીય સરકીટ સેવાનો વધુને વધુ લાભ પ્રવાસીઓ-યાત્રીકો મેળવી શકશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews