આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત એન.એસ.એસ. દ્વારા યોગ શિબિર યોજાઈ

0

જૂનાગઢ કૃષિ યુનિર્વિસટીની કૃષિ પોલીટેકનીક, સિદસર, જૂનાગઢ કોલેજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયેલ ત્રણ દિવસની યોગ-શિબિરમાં એન.એસ.એસ.કેમ્પ અંતર્ગત યોગ શિબિરનું આયોજન કર્યું હતું. આ યોગ શિબિરમાં કૃષિ પોલીટેકનીક, સિદસર કોલેજમાં અભ્યાસ કરતા ત્રણેય વર્ષના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.વિદ્યાથીઓને યોગનું મનુષ્યજીવનમાં મહત્વ તથા વિવિધ યોગાસનો અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.  યોગાચાર્ય અને ચેરમેન, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, શિશપાલએ વિદ્યાર્થીઓને યોગથી યાદશક્તિ કેવી રીતે વધારવી અને અભ્યાસમાં એકાગ્રતા જાળવવા માટેના સૂચનો પણ આપ્યા હતા.  આ ઉપરાંત દરરોજ યોગ કરવાથી એકસોથી વધારે રોગોનું નિવારણ કરી શકાય છે. આ યોગશિબિર કાર્યક્રમમાં જૂનાગઢ કૃષિ યુનિર્વિસટીના કુલપતિ ડો.એન. કે. ગોંટીયા અધ્યક્ષ તરીકે હાજર રહ્યા હતા. તેમજ વિદ્યાર્થી કલ્યાણ પ્રવર્ત્તિઓ, નિયામક, ડો.વી.આર.માલમ તથા કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન, ડો.એસ. જી. સાવલીયા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ એન.એસ.એસ. કાર્યક્રમનું આયોજન કૃષિ પોલીટેકનીક, સિદસરના આચાર્ય ડો. બી.એન. કલસરીયા, પ્રોગ્રામ ઓફિસર પ્રો. એસ. એચ. લાખાણી તથા એસ. બી. મકવાણાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!