મેંદરડાના કેનેડીપુરમાં ગઇકાલે સરપંચની ચૂંટણીના પરિણામ બાદ હારી ગયેલી પેનલના મહિલા ઉંમેદવારના સગાઓ ઉપર ‘તમે હારી જ જવાના હતાં’ તેમ કહી ઝઘડો કરી હુમલો કરવામાં આવતાં ચારને ઇજા થઇ હતી. જેમાં એક યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. કેનેડીપુરમાં રહેતાં અને ખેત મજૂરી કરતાં અશોક કાળાભાઇ શિંગાળા(ઉ.વ.૩૫) નામના યુવાનને ઘાયલ હાલતમાં રાજકોટ સિવિલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે મેંદરડા પોલીસને જાણ કરી હતી. અશોકે પોતાના ઉપર ગામના રાવતભાઇ કાઠી, ભાભલુભાઇ, બાઘાભાઇ અને અજાણ્યાએ ધોકા-તલવારથી હુમલો કર્યાનું કહેતાં તે મુજબની એન્ટ્રી મેંદરડા પોલીસમાં નોંધાવી હતી. અશોકના સગાએ જણાવ્યું હતું કે, અશોકના મામાની દિકરી મુક્તાબેન મનસુખભાઇ મકવાણા સરપંચની ચૂંટણીમાં ઉંભા હતાં. જેનો ગઇકાલે પરાજય થયો હોઇ તે બાબતે રાવતભાઇ કાઠી સહિતનાએ અશોકને ‘તમે હારી જ જવાના હતાં’ કહી મશ્કરી કરતાં તેને આવું બોલવાની ના પાડતાં હુમલો કરાયો હતો. અશોકને છોડાવવા વચ્ચે પડેલા શૈલેષ મનસુખભાઇ મકવાણા (ઉ.વ.૨૭), નાગદાન મનસુખભાઇ મકવાણા (ઉ.વ.૩૨) તથા ચનુ નાગદાન મકવાણા(ઉ.વ.૧૬)ને પણ ઇજા થઇ હતી. મેંદરડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews