દેશની પ્રતિષ્ઠીત એવી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં જૂનાગઢનાં લોહાણા રઘુવંશી સમાજનાં અગ્રણી, રાજકીય ક્ષેત્રનાં મહારથી અને ભારતીય જનતા પાર્ટી તેમજ આરએસએસમાં પણ ખૂબ જ ઉમદા સેવા આપનારા શિક્ષણશાસ્ત્રી પ્રદિપભાઈ ખીમાણીની નિમણુંક કરવામાં આવતા તેને જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્ર વિસ્તારમાંથી આવકારવામાં આવી રહેલ છે અને અભિનંદનની વર્ષા સતત કરવામાં આવી રહી છે. પ્રતિષ્ઠીત બેંકનાં ડાયરેકટર પદે એક ગુજરાતીની નિમણુંક થવી તે મહત્વની ઘટના છે અને જૂનાગઢ માટે પણ ગોૈરવસમી આ બાબત છે અને જેને લઈને જૂનાગઢ શહેરનાં વિવિધ સંસ્થાઓ, સેવાકીય મંડળો તેમજ અન્ય વિભાગો દ્વારા પણ પ્રદિપભાઈ ખીમાણીનું સન્માન અને બહુમાન કરવા અંગેની પણ વિચારણા હાલ ચાલી રહેલ છે અને ટુંક સમયમાં કાર્યક્રમો જાહેર થાય તેવા નિર્દેશો મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના રાજકીય અગ્રણી અને પાંચ-પાંચ વિષયમાં એમ.કોમ.ની પદવી મેળવનાર એકમાત્ર ગુજરાતી પ્રદિપભાઈ પ્રાણલાલભાઈ ખીમાણીની તાજેતરમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાનને ધ્યાને લઈ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયાના ડાયરેકટર પદે વરણી કરવામાં આવી છે. હાલમાં તેઓ રાષ્ટ્રીય પ્રશિક્ષણ અભિયાન વિભાગના સંયોજક તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રભારી તરીકે તેમની ફરજ અદા કરી રહ્યા છે. જૂનાગઢના અગ્રણી શિક્ષણવિદ પ્રદિપભાઈ ખીમાણીએ આ અગાઉ વર્ષ ૨૦૧૧ થી ૨૦૨૧ સુધી નગરપાલિકા સેલના પ્રદેશ કન્વીનર તરીકે તેમજ ગુજરાત પ્રશિક્ષણ વિભાગ તેમજ ગુજરાન પ્રશિક્ષણ પ્રકલ્પના સભ્ય તરીકે વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૧ સુધી ઉત્કૃષ્ટ કામગીરી દાખવી છે. આ સિવાય આશરે પાંચ દાયકાથી સંઘના સ્વયંસેવક, એ.બી.વી.પી.ના ૧૯૮૦ થી ૧૯૮૩ સુધી જીલ્લા કન્વીનર તેમજ કન્યાકુમારી વિવેકાનંદ કેન્દ્રના સહકન્વીનર પદે વર્ષ ૧૯૯૦ થી ૧૯૯૩ સુધી સેવા આપી છે. રાજકીય ક્ષેત્રે ૧૯૯૫ થી ૨૦૧૩ સુધી જૂનાગઢ જિલ્લા ભાજપ મહામંત્રી તેમજ વર્ષ ૨૦૦૧ થી ૨૦૦૫ સુધી જૂનાગઢ મહાનગર ભાજપ પ્રમુખ પદે તેમજ જૂનાગઢ પાલીકામાં વર્ષ ૧૯૯૪ થી ૧૯૯૯ તથા ૨૦૦૪ થી ૨૦૦૯ તેમજ જૂનાગઢ પાલીકામાં શાસક પક્ષના નેતા તરીકે ૨૦૦૪ થી ૨૦૦૭ તેમજ પાલીકાના સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પદે ૨૦૦૭ થી ૨૦૦૮ સુધી તેમની સેવાઓ આપી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રઝોન ઈન્ચાર્જ તરીકે સંગઠન ક્ષેત્રે વર્ષ ૨૦૧૫-૧૬ દરમ્યાન, વર્ષ ૨૦૧૬માં પ્રશિક્ષણ વર્ગ, વર્ષ ૨૦૧૭ તેમજ ૨૦૧૯માં વિસ્તારક યોજના તેમજ વર્ષ ૨૦૨૧માં સૌરાષ્ટ્ર ઝોન વર્ચ્યુલ પ્રશિક્ષણ વર્ગના કો-ઓર્ડિનેટર તરીકે તેમની સેવાઓ આપી છે. આ પહેલા તેઓને ભારત જયોતિ એવોર્ડ, બેસ્ટ સીટીઝન ઓફ ઈન્ડીયા એવોર્ડ, રાષ્ટ્રીય રત્ન એવોર્ડ, રાજીવ ગાંધી શિરોમણી એવોર્ડ, ઈન્દીરા ગાંધી સદ્ભાવના એવોર્ડ, પ્રાઈડ ઓફ ઈન્ડીયા એવોર્ડ, ઈન્ટરનેશનલ ગોલ્ડ સ્ટાર મીલેનીયમ એવોર્ડ સહિત કુલ ૧૭ જેટલા એવોર્ડથી પુરસ્કૃત કરાયા છે. એમ.કોમ.માં સ્ટેટીસ્ટીકસ, કોસ્ટીંગ, ઈન્ડસ્ટ્રી, મોડર્ન ફાઈનાન્સ, બીઝનેસ મેનેજમેન્ટ એમ કુલ પાંચ-પાંચ વિષયોમાં ડીગ્રી મેળવનાર એકમાત્ર ગુજરાતી પ્રદિપભાઈ ખીમાણીની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયાના ડાયરેકટર પદે નિયુકિતને પગલે તેમના ઉપર શુભેચ્છા સંદેશોનો ધોધ વહી રહ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews