ઓમીક્રોનનાં સંભવિત ખતરા સામે જૂનાગઢ સિવિલ હોસ્પીટલ તંત્ર સજજ

0

જૂનાગઢ સહિત રાજયભરમાં તેમજ દેશભરમાં હાલ સરકારી તંત્ર, જીલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર તેમજ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર અને ગુજરાતને હાલ એકજ ભય સતાવી રહયો છે. કોરોનાની ત્રીજી લહેર સમા ઓમીક્રોનનાં સંભવિત ખતરા સામે તકેદારી રાખવા આદેશો જારી કરવામાં આવ્યા છે. આ દરમ્યાન જૂનાગઢની સૌથી મોટી અને આધુનિક સિવિલ હોસ્પીટલ ખાતે સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. સુશીલકુમારનાં માર્ગદર્શન હેઠળ ઓમીક્રોનનાં સંભવિત ખતરા સામે તકેદારીનાં પગલા રૂપે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ તકે ડો. સુશીલકુમારે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઓમીક્રોનનાં ખતરાને પગલે સિવિલ હોસ્પીટલ ખાતે ૧૦૮૧ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ૩૪૮ વેન્ટીલેટરની સુવિધા છે. આ ઉપરાંત ર૪૦૦૦ લીટર લિકવીડ ઓકસીજન કે જે ૩ પીએસએ પ્લાન્ટનો છે.  આ ઉપરાંત આગોતરી તમામ તૈયારીઓ સાથે સિવિલ તંત્ર સજજ બની ગયું છે. જાે કે સ્ટાફની જે ઘટ્ટ છે તે પણ ઝડપથી પુરી કરવાની કાર્યવાહી જે તે એજન્સી મારફત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સરકારનાં આરોગ્ય વિભાગને પણ જણાવવામાં આવેલ છે અને હાલ ઓમીક્રોનનાં કોઈપણ કેસ સિવિલ હોસ્પીટલમાં ડીટેકટ થયા નથી તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાનાં ભયંકર સંક્રમણ કાળ વચ્ચે એક તરફ કેસોનો સતત ભરાવો થઈ રહયો હતો અને લોકો આ ભયંકર બિમારીનાં સકંજામાં આવી રહયા હતા તેવા સમયે પણ થોડો સમય કેસનાં ભરાવાને કારણે દર્દીઓને અસુવિધાનો સામનો થયો હતો પરંતુ ત્યારબાદ તાત્કાલીક અસરથી ડો.સુશીલકુમારનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢની સિવિલ હોસ્પીટલનાં મેડીકલ સ્ટાફે અને તબિબોએ રંગ રાખી દીધો હતો. અહીં આવનાર કોરોના કેસનાં પ્રત્યેક દર્દીઓને સારામાં સારી સુવિધા પ્રાપ્ત થાય અને તેઓનું સ્વાસ્થ્ય સ્વસ્થ થાય તેવા પ્રયાસોને સફળ બનાવ્યા હતા અને જૂનાગઢ સિવિલ હોસ્પીટલની કોરોના કાળની સેવાઓને આજે પણ લોકો યાદ કરી રહયા છે અને શ્રેષ્ઠ કામગીરીની લોકો સરાહના પણ કરી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!