ઉનાનાં દેલવાડા રોડ ઉપર વાહનમાંથી દારૂની ર૧૬ બોટલ ઝડપાઈ, બેની અટક

0

ઉના-દેલવાડા રોડ ઉપર બીટ જમાદાર અશ્વિનભાઈ ડોડીયાને ખાનગી રૂહે બાતમી મળી હતી કે, એક ટાટા મેજીક ફોરવ્હીલર નં. ૧૪૫૧-વીએચ-૮૫૯૫ દારૂ ભરીને આવી રહી છે અને તેની વોચ રાખીને ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ ૨૧૬ મોબાઈલ કિંમત રૂા. ૧૧,૦૦૦ સહીત રૂા.૧,૪૫,૮૦૦નાં મુદામાલ સાથે આરોપી અરજણભાઈ રહે.તાલાળા, સિકંદરભાઈ સલીમભાઈ ડ્રાઇવિંગ રહે.તાલાળા જ્યારે દારૂ આપનાર લાલાભાઇ આહીર રહેવાસી વાંસોજ જ્યારે દારૂ મંગાવનાર જાવેદ ઉર્ફે જાવલો રહે.તાલાળા બે આરોપીને પકડી પાડ્યા છે ત્યારે બે આરોપીને પકડવા ઉના પોલીસે તજવીજ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!