નાતાલ પૂર્વે ક્રિપ્ટો કરન્સીમાં અફરાતફરીનો દોર, ૨૦૨૧માં જ ૭.૭ અબજ ડોલરના કૌભાંડો બહાર આવ્યા

0

નાતાલ પુર્વે ક્રિપ્ટો કરન્સી અફરાતફરીનો દૌર જાેવા મળી રહ્યો છે. એક માત્ર એક્સઆરપીમાં નોંધપાત્ર અઢી ટકાથી વધુ સુધારો આવ્યો હતો, તો બિટકોઇનના ભાવ ૪૮ થી ૪૯ હજાર ડોલર વચ્ચે અથડાતા હતા. એકસઆરપીનો ભાવ ૨.૪૫ ટકા જેવા વધીને ૯૮ સેન્ટ થયા હતા. એથરોમમાં દોઢ ટકા જેવો સુચક ઘટાડો નોંધાયો હતો. વિશ્વમાં ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે નાતાલ – નવા વર્ષની રજાઓ આવતી હોવાથી ટુંકાગાળામાં મોટી અફડાતફડી થવાના એંધાણ જાેવા મળી રહ્યા છે. વર્ષ ૨૦૨૧માં ક્રિપ્ટો કૌભાંડિઓએ ૭.૭ અબજ ડોલરના કૌભાંડો કર્યાનું બહાર આવી રહ્યું છે. દક્ષિણ કોરિયા અને અમેરિકાએ સંયુક્તપણે કૌભાંડિયાઓને પકડવા પ્રયાસો શરૂ કર્યા છે, જેમાં સફળતા પણ સાંપડી રહી છે. બ્લોકચેઇન કંપની ચેઇનાલિસિસનું કહેવું છે કે, વર્ષ ૨૦૨૦ની સરખામણીએ આ વર્ષે ક્રિપ્ટો સંબંધિત ગુનાઓમાં ૮૧ ટકાનો વધારો થયો છે. જાેકે, ૨૦૧૯માં સૌથી વધુ કૌભાંડ થયા હતા. આ વર્ષે પોન્ઝી સ્કીમના લીધે લોકો છેતરાયા છે. સૌથી વધુ રશિયામાં ૧.૧ અબજ ડોલરના કૌભાંડ થયા હોવાનું બહાર આવી રહ્યું છે. આ બાબતે ખાસ કરીને દક્ષિણ કોરિયા અને અમેરિકાની ટીમ ક્રિપ્ટો કૌભાંડનો ભોગ બનનારાઓને મદદ કરવા આગળ આવી છે. દક્ષિણ કોરિયાની સુપ્રિમ પ્રોસીક્યુટર્સ ઓફિસ (એસપીઓ) અને અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(એફબીઆઇ)ની ટીમ સંયુક્ત પણે એકથી વધુ સાઇબર ગુનેગારોને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!