ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકિનારો ડ્રગ માફીયાઓ માટે આશીર્વાદરૂપ બન્યો છે. ચાલું વર્ષમાં ગુજરાત પોલીસે રાજ્યના ઇતિહાસમાં રૂા.૧૬૧૭ કરોડની કિંમતનું ડ્રગ ઝડપી પાડયું છે. આટલી કિંમતના નશીલા પદાર્થોની જપ્તી એક રેકોર્ડ છે. ૬૭૩૦૪ કિલો ડ્રગની જપ્તી ગત વર્ષના રૂા.૧૯૫ કરોડના ૧૨૪૫૮ કિલોની જપ્તી કરતા ૮૦૦ ગણી વધુ છે. આ વર્ષે જપ્ત કરાયેલા નશીલા પદાર્થોમાં અફીણ, ગાંજાે, ચરસ, હેરોઇન તેમજ સિન્થેટીક ડ્રગનો સમાવેશ થાય છે. મુંદ્રા પોર્ટ ખાતે ઝડપાયેલ ૩૦૦૦ કિલો હેરોઇનના જથ્થા સિવાયની આ જપ્તી કરવામાં આવી છે. ગુજરાતના એક વરીષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બે કારણથી તમામ પ્રકારના નશીલા પદાર્થો ઝડપાઇ રહ્યા છે. નશીલા પદાર્થોની હેરફેર માટે ગુજરાતનો દરીયાકાંઠો સદીઓથી ઉપયોગમાં લેવાઇ રહ્યો છે. સામાન્ય રીતે આ જથ્થો પંજાબ પહોંચાડવામાં આવતો હોય છે પરંતુ તાજેતરની જપ્તી સૂચવે છે કે ગુજરાત અને મહારજાષ્ટ્રમાં વપરાશ માટે આ જથ્થો લાવવામાં આવ્યો છે. આ અધિકારીના જણાવ્યા મુજબ તાલીબાને અફઘાનિસ્તાનનો કબ્જાે લીધો ત્યારથી દેશમાં નશીલા પદાર્થોનો પ્રવાહ વધ્યો છે. ત્યાંના ડ્રગ માફીયાઓ વહેલી તકે તેમના જથ્થાનો નિકાલ કરવા માંગે છે. અફઘાનિસ્તાનમાં તાલીબાન શાસન પછી મુંદ્રા ખાતે જથ્થો ઝડપાયા ઉપરાંત મધદરીયે પણ નશીલા પદાર્થોનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. મોરબી નજીકના ગામ અને સૌરાષ્ટ્રના અન્ય તટીય વિસ્તારોમાંથી જે જથ્થો મળી આવ્યો હતો તે તમામ અફઘાનિસ્તાનથી આવ્યો હોવાનું ખુલ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews