ગુજરાતમાં શંકુસ ગ્રુપની કેન્સર હોસ્પિટલ્સમાં ૧૫૦૦૦થી વધુ દર્દીઓ કેન્સરની સારવાર લઇ ચુક્યા છે

0

ગુજરાતમાં કેન્સરની સારવારમાં નવીનતમ ટેકનોલોજી, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વર્લ્ડ-ક્લાસ ટ્રીટમેન્ટ થકી હરણફાળ ભરી રહ્યું છે. શંકુસ ગ્રુપની કેન્સર હોસ્પિટલ્સ મહેસાણા, અમરેલી, હિંમતનગર, મોડાસા, પાટણ અને પાલનપુર ખાતે અત્યાર સુધી ૧૫૦૦૦થી વધુ દર્દીઓ કેન્સરની સારવાર લઇ ચુક્યા છે. શંકુસ હોસ્પિટલ્સનું ધ્યેય હંમેશાથી વધુને વધુ દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાવાળી સારવાર આપવાનું રહ્યું છે. સમાજના દરેક વર્ગના લોકોને વર્લ્ડ-ક્લાસ ટ્રીટમેન્ટનો લાભ મળી શકે માટે મા યોજના અને આયુષ્માન ભારત યોજના અંતર્ગત કેન્સરની સારવાર કરવામાં આવશે. અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદમાં કેન્સરની સારવાર માટે ઘણી હોસ્પિટલ્સ છે પરંતુ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વર્લ્ડ-ક્લાસ કેન્સર હોસ્પિટલની કમી વર્તાતી હતી ત્યારે મણિનગર ખાતે શંકુસ કેન્સર હોસ્પિટલ શરૂ થવાથી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા લોકોને કિમોથેરાપી, રેડિયોથેરાપી તથા કેન્સરની અદ્યતન સારવાર ઘરઆંગણે મળી રહેશે. સાથે જ અમદાવાદના અન્ય વિસ્તારમાં રહેતા લોકોને પણ વ્યાજબી દરે ઉચ્ચ ગુણવત્તાવાળી કેન્સરની સારવારનો લાભ મળશે. મણિનગર સાથે શંકુસ કેન્સર હોસ્પિટલ મહેસાણા, અમરેલી, હિંમતનગર, મોડાસા, પાટણ અને પાલનપુર ખાતે પણ કાર્યરત છે. મણિનગર પછી શંકુસ કેન્સર સેન્ટર હવે ટૂંક સમયમાં સુરેન્દ્રનગરમાં પણ શરૂ કરવામાં આવશે. શંકુસ કેન્સર હોસ્પિટલ શંકુસ મેડિસિટી હોસ્પિટલોનો એક ભાગ છે. મહેસાણા ખાતે આવેલ શંકુસ મેડિસિટી ગુજરાતના અગ્રણી શંકુસ ગ્રુપ દ્વારા સંચાલિત ઉત્તર ગુજરાતની સહુથી મોટી અને વર્લ્ડ-ક્લાસ મલ્ટી સુપર-સ્પેશ્યાલિટી હોસ્પિટલ છે. ૫૦ એકરના વિશાળ કેમ્પસમાં વિસ્તરેલ શંકુસ મેડિસિટીમાં કેન્સર, કાડિર્યાક, યુરો, ન્યુરો, ઓર્થો અને પીડિયાટ્રિક સુપર સ્પેશ્યાલિટી એક જ જગ્યાએ ઉપલબ્ધ છે. શંકુસ મેડિસિટીમાં સાબરકાંઠા-બનાસકાંઠા તથા મહેસાણા-પાટણ જિલ્લા ઉપરાંત ગુજરાતભરમાંથી તેમજ રાજસ્થાનથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. મણિનગરમાં કેન્સર હોસ્પિટલ શરૂ થવાથી હવે કેન્સરના દર્દીઓને રિપોટ્‌ર્સ, કિમોથેરાપી, રેડિયોથેરાપી, કોમ્પ્લેક્સ સર્જરી અને તમામ અદ્યતન સારવાર મળી રહશે. અહીં મોઢા અને ગળાનું કેન્સર, સ્તન કેન્સર, પાચનતંત્રના કેન્સર, બ્લડ કેન્સર, ગાયનેક કેન્સર, મગજની ગાંઠ એમ દરેક પ્રકારના કેન્સરની સ્પેશ્યાલીસ્ટ ટીમ ઉપલબ્ધ છે જે દર્દીઓને સચોટ નિદાન અને નિષ્ણાંત સારવાર પુરી પાડશે. અહીં મેડિકલ, સર્જીકલ, ક્રિટિકલ કેર, રિહેબિલિટેશન જેવા સ્પેશ્યાલિસ્ટ્‌સની ટીમ એક જ છત હેઠળ ઉપલબ્ધ છે જેથી દર્દીને કેન્સરની સારવારના વિવિધ પાસાઓમાં અનુભવી ટીમનો સંપૂર્ણ સહકાર મળે તેમજ સારવારમાં વિલંબ ન થાય. અુભવી અને કુશળ ટીમની સાથે શંકુસ કેન્સર હોસ્પિટલમાં લેટેસ્ટ ટેકનોલોજી અને અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે જેના થકી હવે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જ કેન્સરની સઘન, સંપૂર્ણ અને આંતરરાષ્ટ્રીય કક્ષાની ટ્રીટમેન્ટ ઉપલબ્ધ બનશે. શંકુસ હોસ્પિટલ્સનું ધ્યેય હંમેશાથી વધુને વધુ દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાવાળી સારવાર આપવાનું રહ્યું છે. આ ધ્યેયને સાર્થક કરવા માટે હોસ્પિટલમાં દરેક ટ્રીટમેન્ટ વ્યાજબી કિંમતમાં ઉપલબ્ધ કરાવવમાં આવશે. અહીં મા યોજના અને આયુષ્માન ભારત યોજના અંતર્ગત કેન્સરની સારવાર કરવામાં આવશે જેથી સમાજના દરેક વર્ગના લોકોને વર્લ્ડ-ક્લાસ ટ્રીટમેન્ટનો લાભ મળી શકે. કેન્સરથી પીડાતા દર્દીઓને અદ્યતન સારવારની સાથે એક સહાનુભૂતિપૂર્ણ સંભાળ લઇ શકે એવી ટીમની પણ જરૂર હોય છે. શંકુસ કેન્સર હોસ્પિટલની ટીમ અને ત્યાંનું વાતાવરણ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે, જેથી દર્દીઓને પરિવાર જેવી હૂંફની અનુભૂતિ થાય. અહીં દર્દીને કેન્સર સામેની લડતમાં પ્રેરણા આપવા માટે તેમજ તેમનું આત્મબળ વધારવા માટે વિવિધ એક્ટિવિટીઝ પણ કરાવવામાં આવશે. મણિનગર ખાતે શંકુસ કેન્સર હોસ્પિટલમાં ઓપીડી એપોઇન્ટમેન્ટ માટે મો.નં.૯૦૯૯૦૯૬૩૭૩ ઉપર સંપર્ક કરી શકાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!