ઉના તાલુકાના ઉમેજ ગામે ગોદરા ચોકમાં ગાયો માટે પાણી ન ભરાતા ગાયો પાણી માટે વલખા ખાય રહી છે. ત્યારે ઉના મુસ્લિમ સમાજના પ્રમુખ મુન્નાભાઈ ઉડનજામે ગાયોની વેદનાને સમજીને મીડીયા સામે આપવીતી કહી હતી. તેઓ કહે છે કે, તાલુકાથી નજીક અમારૂ ગામ હોય અને ગાયો રખડતી નજરે પડે છે. ગાયો માટે કોઈ વ્યવસ્થા ન હોય, અમારા ગામનો કુવો વધારે પાણીમાં ટીડીએસ આવતું હોય, અને ઉમેજ ગામ આશરે ૬૭૦૦ જેટલી વસ્તી ધરાવતું ગામ છે. આ ગામમાં મોટા ભાગના હિન્દુ ક્ષત્રીય સમાજ અને મુસ્લિમ સમાજના ૪૮૦ જેટલા લોકો છે. એક સાથે સંપીને રહ્યા છે ત્યારે ઉમેજ ગામની અંદર ૧૯૬૨ અત્યાર સુધીમાં અનેક સરપંચો આવ્યા અને ગયા પરંતુ અત્યાર સુધીમાં કોઈ સરપંચે ગાયોની ગૌ શાળા અને ગાયોના ગોંદરા તરફ કોઈ સરપંચે જાેયું નથી. ગામની અંદર સ્વચ્છતા હોવી જાેઈએ તેટલી જાેવા મળતી નથી. ગામની મેઇન બજારમાં ઉકરડા તેમજ ગંદકીના ગંજ જાેવા મળી છે. વિકાસથી આ ગામ કોશો દૂર જાેવા મળે છે. જાેકે, મુખ્યમંત્રી આ ગામની પણ મુલાકાત લઈ ચૂક્યા છે પણ આ ગામમાં ૧૯૯૮થી આજ દિન સુધી એસટી બસ આવતી નથી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews