સામાન્ય રીતે ચુંટણીઓમાં ઉમેદવારો મતદારોને રીઝવવા માટે મસમોટો ખર્ચ કરતા હોય છે. પરંતુ ઊનાના સૈયદ રાજપરા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચે માત્ર ૧૩૦ રૂપિયાનો ખર્ચ કરી વિજય મેળવ્યો છે. સૈયદ રાજપરા ગ્રા. પં. માં ૩૪ વર્ષીય ભરતભાઈ વાઘજીભાઈ કામળીયાએ સરપંચ પદે ઉમેદવારી નોધાવી હતી અને મિત્રોના સહકારથી તમામ વોર્ડમાં પેનલ બનાવી હતી. સામેપક્ષે પણ સક્ષમ ઉમેદવાર ચુંટણીજંગમાં ઉતર્યા હતા પરંતુ ભરતભાઈએ કોઈ નેગેટિવ પ્રચાર કર્યો ન હતો. ફકત એક જ વાત કહી હતી કે પાંચ વર્ષ દરમ્યાન અમે શું કરીશું. ચુટણીમાં લોકોએ સારા એવા મતથી વિજય થયો હતો. આ ઉમેદવારે ગામમાં ૧૦ દિવસ સુધી મતદારોને મળી સમસ્યાઓની વાત કરી હતી. અને ચુંટાશું તો કામ કરવાનો સંકલ્પ લીધો હતો. મતગણતરી દરમ્યાન આ ઉમેદવારનાં ખીસ્સામાં ૨૦ રૂપિયા હતા અને તેમની પણ પાણીની બોટલ મંગાવી હતી. સ્લીપ અને બેનરનો ખર્ચ તેમના મિત્રોએ કર્યો હતો. ચુંટણી બાદ આગેવાનો તેમનંુ હારતોરા કરી સન્માન કરવા ગયા હતા. પરંતુ ભરતભાઈએ હાર પહેરવાની ના પાડી કહ્યુ હતું કે, જે પૈસા આ હારના થાય તેમનું ઘાસ લઈ ગાયોને ખવડાવજાે. આ ઉપરાંત ગામમાં પાણીની સમસ્યા તેમજ શાળામાં શિક્ષકોની ઘટને ઉચ્ચકક્ષાએ રજુઆત કરી આ પ્રશ્નનો હલ કરવાની ખાતરી આપી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews