૧ વર્ષ પહેલા ગુમ થયેલી મહિલાનું પરિવાર સાથે જૂનાગઢ સખી વન સ્ટોપ સેન્ટરે મિલન કરાવ્યું

0

એક વર્ષ પહેલા અન્ય રાજ્યની મહિલા ટ્રેન મારફતે સોમનાથ આવી ચડી હતી. બાદ પરત જવાનો કોઇ રસ્તો મળતો ન હતો. ત્યારે ચોરવાડ પોલીસ સ્ટેશન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર, જૂનાગઢને જાણ કરી મહિલાનું કાઉન્સેલીંગ કરવામાં આવતા મહિલાએ હક્કીકત જણાવી હતી. બાદમાં મહિલા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા તેમના માતા-પિતાને જાણ કરી બોલાવી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતા પરિવાર ભાવવિભોર થઇ ગયો હતો. જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. એક ૩૦ વર્ષની મહિલા ચોરવાડ પોલીસ સ્ટેશન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર જૂનાગઢમાં આવેલ તે મહિલાનું કાઉન્સેલીંગ કરતા તે અન્ય રાજ્યમાંથી ટ્રેનમાં બેસી સોમનાથ આવી હતી અને ૧ વર્ષથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં રખડતી હતી. ત્યારે ચોરવાડ પોલીસ સ્ટેશન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર જૂનાગઢ ખાતે લાવી આશ્રય આપ્યો હતો. બાદ તેમનું કાઉન્સેલીંગ કરી માતા-પિતાનો નંબર મેળવ્યો હતી. આથી તેમના માતા-પિતાને જૂનાગઢ બોલાવી મહિલાનું મિલન કરાવ્યું હતું તેમ સખી વન સ્ટોપ સેન્ટર જૂનાગઢના કેન્દ્ર સંચાલકે જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!