કોડીનાર તાલુકા શિક્ષણ સંઘ દ્વારા નવી પેન્શન યોજના બંધ કરી જુની પેન્શન યોજના ચાલુ કરવાની માંગ સાથે કોડીનાર કુમારશાળાના મેદાનમાં ધરણા કરી રેલી કાઢી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકા પંચાયત શિક્ષણ શાખાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
કોડીનાર તાલુકા શિક્ષણ સંઘ દ્વારા પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તા.૧/૪/૨૦૦૫ થી નવી પેન્શન યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે
૧/૪/૨૦૦૫ પહેલા નોકરીમાં જાેડાયેલા શિક્ષકો જૂની પેન્શન યોજના મેળવવા માટેના હકદાર છે પરંતુ તારીખ ૧/૪/૨૦૦૫ પછી સેવામાં જાેડાયેલા શિક્ષકોને પણ જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જાેઇએ. ૩૦-૩૫ વર્ષ જેટલી નોકરી પૂર્ણ કરી શિક્ષક જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે શિક્ષકને નવી પેન્શન યોજનામાં નજીવી રકમ પેન્શન રૂપે મળે છે જે રકમથી શિક્ષકને પરિવાર સાથે ગુજરાન ચલાવવું ખૂબ જ કપરૂ થઇ પડે છે. આ બાબતે જૂની પેન્શન યોજના ચાલંુ કરવા વિવિધ સ્તરે શિક્ષકો આંદોલન કાર્યક્રમો ચલાવી રહ્યા છે. અગાઉ પણ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, શિક્ષણમંત્રીને જૂની પેન્શન યોજના ચાલું કરવા રજૂઆત કરવામાં આવી હતી અને અંગે દિલ્હી જંતરમંતર ખાતે ધરણા તથા આંદોલન જેવા કાર્યક્રમો પણ કરવામાં આવેલ છે. રજૂઆતો અને આંદોલનના પરિણામ સ્વરૂપ કેટલાક રાજ્યોમાં જૂની પેન્શન યોજનાની અમલવારી કરવામાં આવી રહી છે. હાલમાં આપણા રાજ્યમાં નવી પેન્શન યોજના અમલી છે તેની જગ્યાએ અન્ય રાજ્યોની જેમ જૂની પેન્શન યોજના ચાલું કરવા માટે ગુજરાતના બે લાખ પ્રાથમિક શિક્ષકોની લાગણી સાથે માંગણી હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું હતું. આ તકે કોડીનાર તાલુકા શિક્ષણ સંઘના હોદ્દેદારો અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews