પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.આર. વંશને પ્રમોશન મળતા સોલ્ડર લગાવી અધિકારીઓએ બિરદાવ્યા

0

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી, પોતાના તાબાના પોલીસ અધિકારીને મળેલ પ્રમોશન અંગે જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, પ્રમોશન આપી, બિરદાવવામાં આવેલ હતા. તાજેતરમાં ગુજરાત રાજ્યના પોલીસવડા ડીજીપી આશિષ ભાટિયા દ્વારા જૂનાગઢ કવીક રિસ્પોન્સ ટીમમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.આર. વંશને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપી, જૂનાગઢ ખાતે નિમણુંક આપવામાં આવેલ હતી. આ અધિકારીને પ્રમોશન સાથે નિમણુંક મળતા, તેઓને જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમએ સોલ્ડર ઉપર પોલીસ ઇન્સ્પેક્ટરના હોદ્દાના ત્રણ સ્ટાર ટાઇટલ સોલ્ડર ઉપર લગાડી, બહુમાન કરીને, નિમણુંક હુકમ આપવામાં આવી હતી. આ પ્રકારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા બહુમાન કરીને જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, બહુમાન આપવામાં આવે એવા કિસ્સાઓ જવલ્લે જ જાેવા મળે છે. ઉચ્ચ અધિકારી અને જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ દ્વારા નવી જગ્યાએ નિમણુંક અંગે શુભકામના પાઠવતા, પોલીસ ખાતામાં કુટુંબ ભાવના અને ટીમ ભાવના ઉજાગર થયેલ હતી. પ્રમોશન મેળવનાર પોલીસ અધિકારી ડી.આર. વંશને જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, હેડ ક્વાર્ટર ડીવાયએસપી આર.વી. ડામોર, પો.ઇન્સ. એમ.એમ. વાઢેર, આરએસઆઈ પિયુષ જાેશી સહિતના જિલ્લાના પોલીસ અધિકારીઓએ અભિનંદન સહ શુભેચ્છઓ આપવામાં આવેલ હતી. પોલીસ ઇન્સ્પેક્ટરના પ્રમોશન સાથે નિમણુંક મેળવનાર જૂનાગઢ જિલ્લાના પી.આઇ. ડી.આર. વંશ દ્વારા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી તથા જિલ્લાના અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!