ભારત આઝાદ થયો ત્યારબાદ દેશમાં જમણેરી વિચારધારાના વિશ્વાસપાત્ર રાજનેતા તરીકે અટલ બિહારી વાજપેયીએ અનોખી ઓળખ મેળવી હતી. વાજપેયીને ભારતીય લોકશાહીમાં અપાર શ્રદ્ધા રહી હતી. તેમણે હંમેશા લોકશાહી મૂલ્યોના જતન માટે કામગીરી કરી હતી. ઉપરાંત ભારતીય લોકશાહીને વિશ્વમાં લોકશાહીને ગૌરવ અપાવવા માટે હંમેશા કટિબદ્ધ રહ્યાં હતા. વાજપેયી એક શ્રેષ્ઠ સાંસદ અને ઉમદા વ્યક્તિ હતા. તેઓ વિપક્ષીદળોના નેતાઓને ખૂબ જ માન-સન્માન આપતા હતા અને વિરોધ પક્ષો પણ વાજપેયીને વિચાર કે સૂઝાવને આવકારી લેતા હતા. આઝાદ ભારતના આ મહાન રાજનેતાની જિંદગીની સફર તરફ નજર કરવા જેવી છે :
અટલ બિહારી વાજપેયીના પિતાનું ક્રિષ્નાબિહારી વાજપેયી હતું. તેમને મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૨૪નો રોજ થયો હતો. તેમણે ગ્વાલિયરની વિક્ટોરિયા કોલેજ(હાલની લક્ષ્મીબાઈ કોલજ)માં અને પછી ઉત્તરપ્રદેશ સ્થિત કાનપુરની ડી.એ.વી. કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમણે પોલીટિકલ સાયન્સ સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. શરૂઆતથી સામાજિક કાર્યોમાં રસરૂચિ હતી. વાજપેયી વ્યવસાયે પત્રકાર હતાં અને કવિતા લેખન પ્રત્યે રસરૂચિ હતી. જાેકે, વાજપેયીની ડેસ્ટિની રાજનીતિ તરફ જઈ રહી હતી.
– ત્રણ વખત દેશના વડાપ્રધાન બન્યા.
– ૧૦ વખત સંસદસભ્ય તરીકે ચૂંટાયા.
– બે વાર રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા.
– ભારતીય જનસંઘ, જનતા પાર્ટી અને ભાજપ એમ ત્રણ પક્ષોના સ્થાપક સભ્ય તરીકે પાયાની ભૂમિકા અદા કરી.
– ૧૯૫૧ : સ્થાપક સભ્ય- ભારતીય જનસંઘ સંઘ.
– ૧૯૫૭-૬૨ : દ્વિતીય લોકસભામાં પહેલીવાર સંસદ તરીકે ચૂંટાયા.
– ૧૯૫૭-૭૭ : નેતા, ભારતીય જનસંઘ પાર્લમન્ટરી પાર્ટી.
– ૧૯૬૨ : રાજ્યસભાના સાંસદ બન્યા.
– ૧૯૬૬-૬૭ : ચેરમેન, કમિટી ઓન ગર્વમેન્ટ એસ્યોરન્સ.
– ૧૯૬૭ : ચોથી લોકસભામાં બીજી વખત સાંસદ બન્યા.
– ૧૯૬૭-૭૦ : ચેરમેન, પબ્લિક એકાઉન્ટ કમિટી.
– ૧૯૬૮-૭૩ : અધ્યક્ષ, ભારતીય જન સંઘ.
– ૧૯૭૧ : પાંચમી લોકસભામાં ચૂંટાયા(ત્રીજી વખત સંસદ તરીકે)
– ૧૯૭૭ : છઠ્ઠી લોકસભામાં ચૂંટાયા(ચોથી વખત સંસદ બન્યા)
– ૧૯૭૭-૭૯ : દેશના કેબિનેટ વિદેશપ્રધાન બન્યા.
– ૧૯૭૭-૮૦ : સ્થાપક સભ્ય, જનતા પાર્ટી.
– ૧૯૮૦ : સાતમી લોકસભામાં ચૂંટાયા(પાંચમી વખત સાંસદ બન્યા)
– ૧૯૮૦-૮૬ : અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટી(ભાજપ)
– ૧૯૮૦-૮૪, ૧૯૮૬ અને ૧૯૯૩-૯૬ : નેતા, ભાજપ પાર્લામેન્ટરી પાર્ટી
– ૧૯૮૬ : સભ્યા, રાજ્યસભા
– ૧૯૮૮-૮૯ : સભ્ય, જનરલ પર્પઝ કમિટી
– ૧૯૮૮-૮૯ : સભ્ય, હાઉસ કમિટી અને સભ્ય, બિઝનેસ એડવાઈઝરી કમિટી
– ૧૯૯૦-૯૧ : ચેરમેન, કમિટી ઓન પીટીશન્સ
– ૧૯૯૧ : દસમી લોકસભામાં ચૂંટાયા( સાંસદ તરીતે છઠ્ઠી ટર્મ)
– ૧૯૯૧-૯૩ : ચેરમેન, પબ્લિક અકાઉન્ટ કમિટી, લોકસભા.
– ૧૯૯૩-૯૬ : ચેરમેન, કમિટી ઓન એક્સ્ટર્નલ એફેઈર્સ
– ૧૯૯૩-૯૬ : વિપક્ષ નેતા, લોકસભા
– ૧૯૯૬ : ૧૧મી લોકસભામાં ચૂંટાયા(સંસદ તરીકે ૭મી વખત)
– ૧૬ મે ૧૯૯૬થી ૩૧ મે ૧૯૯૬ : પ્રથમ વખત દેશના વડાપ્રધાન બન્યા(ઈન્ચાર્જ અન્ય વિષયો. પણ કોઈને કેબિનેટ મિનિસ્ટરીની ફાળવણી કરી શક્યા નહીં.) (બનાવ્યા નહીં.))
– ૧૯૬-૯૭ : વિપક્ષી નેતા, લોકસભા
– ૧૯૯૭-૯૮ : ચેરમેન, કમિટી ઓન એક્સ્ટર્નલ અફેઈર્સ
– ૧૯૯૮ : ૧૨મી લોકસભામાં ચૂંટાયા(સંસદ તરીકે ૮મી વખત)
– ૧૯૯૮-૯૯ : બીજી વખત દેશના વડાપ્રધાન બન્યા
– ૧૯૯૯ : તેરમી લોકસભામાં ચૂંટાયા(સંસદ તરીકે નવમી વખત) અને લોકસભામાં ભાજપ પાર્લામેન્ટરી પાર્ટીના નેતા બન્યા.
– ૧૩ ઓક્ટોબર ૧૯૯૯ થી મે-૨૦૦૪ : ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા.
– ૨૦૦૪ : ચૌદમી લોકસભામાં ચૂંટાયા(સંસદ તરીકે ૧૦મી વખત) અને એનડીએના ચેરમેન બન્યા.
આમ, અટલબિહારી વાજપેયી એક વિદ્વાન, નિષ્ઠાવાન અને જનહિતને અગ્રસ્થાને રાખીને રાજનીતિ કરનાર રાજનેતા તરીકે કાયમ ઓળખાશે.
વાજપેયીએ વડાપ્રધાન તરીકે ત્રણ વખત નેૃતૃત્વ સંભાળ્યું હતું. જેમાં પ્રથમ વખત ૧૬ મે ૧૯૯૬ થી ૧ જૂન ૧૯૯૬ સુધી. દ્વિતીય વખત ૧૯ માર્ચ ૧૯૯૮ થી ૨૬ એપ્રિલ ૧૯૯૯ સુધી. તૃતીય વખત ૧૩ ઓક્ટોબર ૧૯૯૯ થી ૨૨ મે ૨૦૦૪ સુધી. અટલ બિહારી વાજપેયી હિન્દી કવિ, પત્રકાર અને પ્રખર વક્તા પણ છે. ભારતીય જનસંઘની સ્થાપનામાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વની હતી. ૧૯૬૮ થી ૧૯૭૩ સુધી જનસંઘના અધ્યક્ષ પણ રહ્યાં હતા. જીંદગીભર રાજનીતિમાં સક્રિય રહેલા અટલ બિહારી વાજપેયી લાંબા સમય સુધી રાષ્ટ્રધર્મ, પાંચજન્ય અને વીર અર્જુન સહિતના સામયિકના સંપાદક પણ રહ્યાં. વાજપેયી રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સમર્પિત પ્રચાર રહ્યાં અને આ નિષ્ઠાના કારણે એમણે જીવનભર અવિવાહિત રહેવાનો સંકલ્પ કર્યો હતો. સર્વોચ્ચ પદ ઉપર પહોંચવા સુધી એમણે પોતાનો સંકલ્પ નિષ્ઠાપૂર્વક નિભાવ્યો હતો ‘હું મરવાથી ડરતો નથી, ડરૂ છું તો ફક્ત બદનામીના ડરથી’ ઃ અટલજી પાંચ વર્ષની ટર્મ પૂર્ણ કરનાર એકમાત્ર બિન-કોંગ્રેસી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ૧૯૯૯-૨૦૦૪માં તેઓ ત્રણ વખત દેશના વડાપ્રધાન પદે રહ્યા હતા. નોંધનીય છે કે, ૧૯૯૯-૨૦૦૪માં તેમણે પૂરા પાંચ વર્ષ સુધી પોતાના વડાપ્રધાનનો કાર્યકાળ પૂરો કર્યો હતો. આ સાથે જ વાજપેયીજી પાંચ વર્ષની ટર્મ પૂર્ણ કરનાર સૌપ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન બન્યા હતા. તેઓ ખૂબજ સરળ સ્વભાવના હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews