માંગરોળના રહીજ ગામના લોકો દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી દર વર્ષે દ્વારિકાની પગપાળા યાત્રા યોજાઇ છે. જેમાં આજુબાજુના ગામોના ૫૦૦ જેટલા લોકો આ પગપાળા યાત્રામાં જાેડાયા છે, માંગરોળથી ૧૮૦ કીલોમીટરની આ પગપાળા યાત્રા, રહીજ ગામના દેશા બાપા રામ પરિવારના પાંચ ભાઈ-બહેનોએ ૧૬ વર્ષ પહેલા ચાલુ કરી હતી, જે આજે વિશાળ વૃક્ષ રૂપી હજારોની સંખ્યા બની ગઈ છે. આ વખતે ૫૦૦ લોકો જાેડાતાં ૧૮ ટ્રેકટરો સાથે વિશાળ રથ અને તેમાં ભગવાન રાધે-કૃષ્ણની મૂર્તિ તેમજ અખંડ જ્યોત પણ છે. જેમાં ભક્તજનો નાચતા, ગાતા અને ભક્તિ રસ પીરસતા આગળ વધે છે અને ગૌ માતાને બચાવોનો સંદેશ આપે છે. જેમાં રસ્તામાં આવતા ગામોથી પણ લોકો જાેડાઈ છે. અહીં રસ્તે ઠેર-ઠેર આ પદયાત્રીઓનું સ્વાગત પણ થાય છે. જેમાં લોએજમાં માજી તાલુકા પ્રમુખ ગોવાભાઈ ચાંડેરા, માજી સરપંચ રામભાઈ ભરત નંદાણીયા, છાયા મા ૐ સાંઈ ટ્રસ્ટના સ્થાપક રામશીભાઈ બામણીયા, ડો. ઈશ્વરભાઈ, પીએસઆઈ રામભાઈ બગિયા, લાખાભાઈ મોકરિયા, વરજાગભાઈ વગેરેએ કુમ કુમ તિલક કરી મીઠા મોઢા કરાવી ભવ્ય સ્વાગત કર્યુ હતું. જે દ્વારિકા પહોંચે ત્યારે હજારો લોકોનો સંઘ બની જાય છે. તા.૨૨-૧૨-ર૦થી ચાલુ થયેલ આ પદયાત્રા ૨૬ તારીખે દ્વારિકા પહોંચી રાતે આહીર સમાજમાં ભવ્ય ર્કિતન મંડળીનું આયોજન કરેલ છે. તેમજ આ વખતે આ પદયાત્રા સાથે ધ્વજારોહણનું આયોજન કરેલ છે જે તા. ૨૭-૧૨-૨૧ને સોમવારે સવારે ૧૦ઃ૩૦ ચઢાવવામાં આવશે. જેના મુખ્ય યજમાન દિલ્હી એઇમ્સ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા મનિષભાઈ બામરોટીયા છે. આ યાત્રાને સફળ બનાવા મુખ્યત્વે સંઘ પ્રમુખ માલદેભાઈ જીણા રામ, જે.કે. રામ, મસરી કામરિયા, દિવ્યેશ કામરિયા, ભીમા નારણ રામ, કાનાભાઈ જમાદાર, માલદેભાઈ ચોચા, હરદાસભાઈ ચોચા, હિમાલયભાઈ માલદેભાઈ રામ, વી.એમ. ચાંડેરા સંકુલના સ્થાપક ડો. વેજાભાઈ ચાંડેરા ખૂબ જ સુંદર ભૂમિકા નિભાવી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews