જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, પીએસઆઈ એ.ડી. વાળા, એએસઆઈ વી.એન. બડવા, વિક્રમભાઈ ચાવડા, સાહિલ સમા, ડાયાભાઈ કરમટા, કરશનભાઈ કરમટા વિગેરે સ્ટાફે વંથલીનાં ધંધુસર ગામની સીમમાં વિદેશી દારૂના કટીંગ સમયે જ રેડ કરીને ૧૬૪૪ બોટલ વિદેશી દારૂનો રૂા. ૬.પ૭ લાખનો જથ્થો અને જીપ સહીત રૂા. ૧૧.પ૭ લાખનો મુદામાલ કબ્જે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ એલસીબીએ બાતમીનાં આધારે ધંધુસર ગામની સીમમાં માઠાવાળા ધણસેરની સીમમાં રેડ કરી હતી. અહીં એક પીકઅપ બોલેરો જીપ નં. જીજે-૦૩-બી.ડબલ્યુ. ૪પ્૪ર ઉભી હતી જેમાં ઠાઠાનાં ભાગે ભુસાના બાચકા પાછળ છુપાવેલ વિદેશી દારૂની ૧૩૭ પેટી ૧૬૪૪ નંગનો રૂા. ૬.પ૭ લાખની કિંમતનો જથ્થો મળી આવતા કબ્જે કર્યો હતો. સ્થળ ઉપરથી મળી આવેલ વાહન રાજકોટના પડધરીના હરજી રાજા મુંઘવાનું હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસે તપાસ કરતા આ દારૂનો જથ્થો જૂનાગઢનાં ગાંધીગ્રામમાં રહેતા જીગ્નેશ પબા રબારી, અમીન અલારખા સૈતા, સોહીલ યાસીન સેતા નામના શખ્સોએ મંગાવ્યો હોવાનું ખુલતા તેઓની સામે વંથલી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews