ગુજરાતનાં અનેક ભાગમાં ર૮-ર૯ ડિસેમ્બરે માવઠાની આગાહી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

0

ગુજરાત રાજયમાં કોલ્ડવેવની સ્થિતિ વચ્ચે એકાદ સપ્તાહ કાતિલ ઠંડીનો ચમકારો રહ્યા બાદ છેલ્લા બે દિવસથી ઠંડીનાં પ્રમાણમાં સામાન્ય ઘટાડો થયો છે. જયારે લઘુતમ તાપમાન પણ વધ્યું છે, આમ જયાં ઠંડીથી સામાન્ય રાહત મળી છે. ત્યાં આગામી ર૮-ર૯ ડિસેમ્બરનાં રોજ રાજયમાં કેટલાક સ્થળોએ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજયમાં શિયાળો પોતાનું જાેર બનાવી રહ્યો છે ત્યાં કમોસમી વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે, તો બીજી તરફ ઠંડીમાં આંશિક રાહત મળવાની શકયતા છે. જાેકે, કમોસમી વરસાદે ખેડૂતોનાં માથે ચિંતા વધારી દીધી છે. રાજયમાં ર૪ થી ર૬ ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરનાં કારણે તાપમાનનો પારો ર થી ૩ ડિગ્રી વધ્યો છે. પરંતુ હવે ગુજરાતનું વાતાવરણ બગડવાનું છે. ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં કડકડતી ઠંડી પછી હવે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતનાં અનેક ભાગમાં માવઠું થવાની શકયતા છે. સમગ્ર રાજયમાં ઠંડીનો ચમકારો જાેવા મળી રહ્યો છે. જાેકે, ત્રણ દિવસનાં કોલ્ડવેવ બાદ આજે ઠંડીમાં આંશિક રાહત જાેવા મળી રહી છે. પરંતુ હવામાન વિભાગે એકસપર્ટસ દ્વારા ગુજરાતનાં વાતાવરણમાં વિપરિત અસર જાેવા મળવાની છે. ર૪ ડિસેમ્બરથી ર૬મી તારીેખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જાેવા મળશે. સમગ્ર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આંશિક અસર જાેવા મળશે તેવું હવામાન વિભાગનાં ડાયરેકટરે જણાવ્યું છે. હવામાન વિભાગનાં નિષ્ણાંતોનાં જણાવ્યા અનુસાર, રર ડિસેમ્બરથી ૩૦ ડિસેમ્બર સુધી દેશનાં અનેક ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે. જેની અસર ગુજરાતમાં પણ જાેવા મળી શકે છે. ગુજરાતનાં અનેક  ભાગોમાં કમોસમી વરસાદ જાેવા મળવાનો છે. અરબ મહાસાગરની ખાડીમાં હવાનું હળવું દબાણ ઉભું થશે, જેની અસર ગુજરાતમાં જાેવા મળશે. ગુજરાતનાં અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ખાસ કરીને પૂર્વ, ઉત્તર, મધ્ય, કચ્છ, સોૈરાષ્ટ્ર અને દક્ષિણનાં તેમજ ઉત્તર ગુજરાતનાં કેટલાક સ્થળોએ માવઠું થવાની શકયતા છે, આ માવઠાને કારણે વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધશે. સાથે જ ગુજરાતનાં તાત માટે આ સોૈથી ચિંતાજનક સમાચાર છે. માવઠાથી ખેતરોમાં ઉભા રવિ પાકને ભારે નુકશાની થઈ શકે છે. ખેડૂતોને ફરી નુકશાની સહન કરવાનો વારો આવી શકે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!