જૂનાગઢ માટે ખતરાની ઘંટડી : સાવચેતી અને સલામતીનાં પગલા એજ બચવાનો ઉપાય

0

આજે રપ ડિસેમ્બર નાતાલ પર્વની ઉજવણીનો પ્રારંભ થયો છે જે ૩૧ ડિસેમ્બર સુધી ઉજવણીનો માહોલ રહેવાનો છે ત્યારે રાજયમાં કોરોના વાયરસનાં નવા વેરીયન્ટ ઓમીક્રોનનો સતત ખતરો તોળાઈ રહયો છે તેવા સંજાેગોમાં ગુજરાત સરકારનાં ગૃહ વિભાગ દ્વારા કર્ફયુનાં સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે. રાત્રીનાં ૧૧ થી સવારનાં પ.૦૦ વાગ્યા સુધીનાં કર્ફયુની અમલવારી કરવાનાં આદેશો જારી કરવામાં આવેલ છે. દરમ્યાન ગઈકાલે જૂનાગઢ જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરશ્રી રચિત રાજ દ્વારા એક જાહેરનામું બહાર પાડી જૂનાગઢ શહેરમાં તા. ૩૧-૧ર-ર૦ર૧ સુધી રાત્રીનાં ૧૧ થી સવારનાં પ વાગ્યા સુધી કર્ફયુ જારી કરવામાં આવેલ છે અને તકેદારી રાખવા જણાવેલ છે. આ દરમ્યાન જૂનાગઢ શહેર – જીલ્લામાં છેલ્લા એક અઠવાડીયા દરમ્યાન કોરોનાનાં કોઈપણ કેસ નોંધાયા ન હતા. આ દરમ્યાન હાલ જયારે ઓમીક્રોનનો ખતરો તોળાઈ રહયો છે ત્યારે ગઈકાલે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં એક દંપતિનાં કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે અને તેઓના જીનોમ્સ સિકવન્સી રીપોર્ટ કરવામાં આવી રહયા છે અને રીપોર્ટ આવ્યા બાદ આ કેસ સામાન્ય કોરોનાનો છે કે ઓમીક્રોન છે તે અંગેની જાણકારી પ્રાપ્ત થશે તેમ જાણવા મળે છે. વધુમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલનાં મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. સુશીલકુમારે એક વાતચીતમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરની ખાનગી હોસ્પિટલમાંથી રીફર થઈને આવેલા નૈરોબીનાં એક દંપતિને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. નૈરોબીનાં સીટીઝન અને જૂનાગઢનાં વતની એવા આ દંપતિમાં પ૮ વર્ષનાં પુરૂષ અને પર વર્ષનાં પત્નીને સિવિલમાં દાખલ કરવામાં આવેલ છે. તેઓનાં આરટી પીસીઆર અને એન્ટીઝન ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે. હાલ બંને કોરોના પોઝીટીવ છે અને તેઓને ઓમીક્રોન વોર્ડમાં દાખલ કરવામાં આવેલ છે. તેઓનાં ઓમીક્રોન ટેસ્ટ માટે જીનોમ્સ સિકવન્સી રીપોર્ટ સહિતની તપાસ કરવામાં આવી રહી છે અને ગાંધીનગર મોકલવામાં આવ્યા છે ત્યાંથી રીપોર્ટ આવ્યા બાદ સાચી સ્થિતિ જાણમાં આવશે. હાલ કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે સિવિલ હોસ્પિટલ તંત્ર સજજ બન્યું છે તેમ જણાવી વધુમાં દરેક લોકોને કોવિડની ગાઈડલાઈનનો ચૂસ્તપણે પાલન કરવા ડો. સુશીલકુમારે અપીલ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!