ગુજરાતમાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જાે કે રાજ્યની શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ હાલ બંધ નહીં કરવાની જાહેરાત કરાઈ છે. સ્કૂલોમાં કોરોના ગાઇડલાઇનનું યોગ્ય પાલન કરાવવામાં આવી રહ્યું હોવાની સરકારની ખાતરી છતાં પણ મોટી સંખ્યામાં વાલીઓએ તેમના બાળકોને સ્કૂલે મોકલવાનું બંધ કર્યું છે. કોરોનાના કેસ વધતા સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી હોવાની માહિતી સામે આવી છે. કોરોનાના કેસ વધતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ડર વધ્યો છે. અને કોરોનાના કેસ વધતા ફરી ઓનલાઇન શિક્ષણની માંગ પ્રબળ બની છે. નોંધનીય છે કે ગુજરાતની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રમાણમાં ૨૦થી ૭૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓના પ્રમાણમાં મોટો ઘટાડો થયો છે જ્યારે માધ્યમિક અથવા તો હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા હજુ યથાવત છે. વાલીઓમાં પણ હવે ઓફલાઈનને બદલે ઓનલાઈન શિક્ષણની માંગ વધી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews