ગાઢ ધુમ્મસ અને ભારે પવનને કારણે રોપ-વે સેવાને અસર

0

આજે જૂનાગઢ સહીત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં ગાઢ ધુમ્મસ અને ઝાકળવર્ષા થતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. આ ઉપરાંત ગિરનાર પર્વત ઉપર ૯.૬ ડીગ્રી જેવું તાપમાન નોંધાયુ છે. વિશેષમાં ભારે પવનને કારણે ગિરનાર રોપ-વે સેવાને પણ અસર પહોંચી છે. અને આજે સવારથી જ રોપ-વે સેવા બંધ રહી છે. પવનની ગતી સામાન્ય થયા બાદ રોપ-વે સેવા શરૂ થશે તેમ ઉષા બ્રેકો કાું. દ્વારા જણાવવામાં આવેલ છે. સલામતીનાં કારણોસર આજે સવારે રોપ-વે સેવા બંધ રાખવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!