જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્ર – કચ્છમાં આજે ગાઢ ધુમ્મસ અને ઝાકળ વર્ષા થવાને કારણે જનજીવન ઉપર તેની અસર પહોંચી હતી. આજે રસ્તા ઉપર વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી અને વાહન ચાલકોને વાહન ચલાવવામાં સમસ્યા ઉભી થઈ હતી. છેલ્લા ત્રણ-ચાર દિવસ થયા સતત ધુમ્મસ ભર્યુ અને ભેજમય વાતાવરણ રહે છે જેને કારણે બેઠા ઠાર જેવી સ્થિતિ રહી છે. જૂનાગઢ શહેરમાં ગઈકાલે રાત્રીનાં અને વહેલી સવારે વાયરૂ પણ ફુંકાયું હતું. જયારે ભગવાન સૂર્યનારાયણ ધુમ્મસને કારણે જાેવા મળતા ન હતા અને ૮ વાગ્યા બાદ સૂર્ય નારાયણનાં દર્શન થયા હતા. શિયાળાનાં આ દિવસોમાં ડિસેમ્બર માસ એટલે કાતિલ ઠંડીના દોર જેવું વાતાવરણ રહેતું હોય છે. ડિસેમ્બર માસની શરૂઆત સાથે જ ઠંડીનો ચમકારો થયો હતો અને ઠંડીમાં વધઘટ થયા કરતી હતી. આ દરમ્યાન આજે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાઢ ધુમ્મસ અને ઝાકળ વર્ષા થઈ હતી અને રસ્તાઓ ભીના થયા હતા એટલું જ નહી વાહનોનાં કાચ ઉપર ઝાકળ વર્ષાનાં ટીપા જાેવા મળતા હતા. જૂનાગઢમાં ઠંડીનું તાપમાન ૧૪.૬ ડીગ્રી અને ગિરનાર ઉપર ૯.૬ ડીગ્રી તેમજ ભેજનું પ્રમાણ ૭૯ ટકા રહયું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews