ગીર સોમનાથ જિલ્લાના ૭૨ ખેડૂતોને ૩૧.૭૬ લાખની યોજનાકીય સહાય

0

ગીર સોમનાથ જિલ્લામાં સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક ખેતિના માર્ગદર્શન સાથે યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ૭૨ જેટલા ખેડૂતોને કૃષિ, પશુપાલન, બાગાયત અને ફિઝરીઝ વિભાગની જુદી-જુદી યોજનાઓ હેઠળ ૩૧.૭૬ લાખની યોજનાકીય સહાયના ચેક-હુકમપત્રો આપવામાં આવ્યા હતા. કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતેના સભાખંડમાં પ્રાકૃતિક ખેતીના લાભો સમજાવવા માટેનો તેમજ ખેડૂતો -દરિયાખેડૂતો માટે સહાય- લાભોનો વિતરણના આ કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાજા, ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી. વાઘમશી સહિત કૃષિ, અને ફિશરીઝ વીભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેકટ, બાગાયત વિભાગ, પશુપાલન, ફિશરીઝ, કૃષિ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા વિવિધ સહાય તેમજ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ, ફળ શાકભાજીમાં છૂટક વિક્રેતાઓ માટે છત્રી, ફિશરીઝ શ્રમિકોને સાયકલ સહાય સહિતના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!