કોયલી ફાટક નજીક કારે બાઈકને ઠોકર મારી, એકનું મોત નિપજ્યું

0

વંથલી-જૂનાગઢ રોડ ઉપર કોયલી ફાટક નજીક કારે બાઈકને ઠોકર મારતા એક યુવાનનું મોત થયું હતું. જ્યારે એકને ઈજા પહોંચી હતી. પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ કેશોદ પંથકનાં માણેકવાડા ગામે રહેતા મેહુલભાઈ ભનાભાઈ ઓડેદરા અને તેમની સાથે અન્ય એક યુવાન વહેલી સવારે ૫ વાગ્યાનાં અરસામાં જૂનાગઢ તરફ જઈ રહ્યાં હતા. ત્યારે કોયલી ફાટક નજીક પૂરપાટ ઝડપે આવતી કારે મેહુલનાં બાઈકને ઠોકર મારી હતી. જેથી મેહુલને ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા યુવાનને ઈજા પહોંચતા સારવાર અર્થે લઈ જવાયો હતો. પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે. યુવાનનાં મોતથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!