ગાંઠીલા પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકો સાથે અનોખો બાળ મેળો યોજાયો

0

જૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં મહોબતપુર પે સેન્ટરનાં ગાંઠીલા પ્રાથમિક શાળામાં અનોખો બાળ મેળાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાળકોનાં સંવેદના, માનવતા, કુતુહુલ વૃતિ, સહકારની ભાવના કેળવાય તે હેતુથી શ્રીજી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મેંદરડા સંચાલીત સંસ્થામાં અતિ ગંભીર દિવ્યાંગોને શાળામાં બોલાવી અને તેમની સાથે વિવિધ રમતો શાળાનાં બાળકોએ રમાડી હતી અને બાળ મેળાનો આ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ગાંઠીલા શાળા પરીવાર તેમજ સીઆરસી મહોબતપુરનાં જેઠવા પ્રતાપસિંહા, અમીતભાઈ વ્યાસ, ટ્રસ્ટનાં પ્રમુખ કૌશિકભાઈ જાેષી વગેરેનો આભાર માનવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!