ગીર સોમનાથ જિલ્લામાં ગુડ ગવર્નન્સ વીક ઉજવણી અંતર્ગત આરોગ્ય સેવાઓને વધુ મજૂબૂતી પ્રદાન કરતા કોડીનારના છારા અને વડનગર-૧ના સબ સેન્ડરનુ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઉપરાંત ઉના ખાતેથી નવા મોબાઈલ હેલ્થ યુનિટનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે. આ સાથે ગીર સોમનાથ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે યોજાયેલા હેલ્થ કેમ્પમાં ૧૮૭૩ લોકોએ લાભ લીધો હતો. ઉપરાંત જિલ્લાના લાભાર્થીઓને નિરામયા કાર્ડ, પી.એમ.જે.વાય. કાર્ડ, સગર્ભા માતા કિટ અને કોવિડ રસીકરણના લક્કી ડ્રોના વિજેતા વ્યક્તિઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ રક્તદાન, સ્વચ્છતા અભિયાન સહિતના કાર્યક્રમોનું સુશાસન સપ્તાહ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ. અટલબિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે સુશાસન સપ્તાની ઉજવણી સમગ્ર રાજયમાં કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગીર-સોમનાથ જિલ્લામા આરોગ્ય અને આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews