વેરાવળ ચોપાટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કબ્જાે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાને સોંપવામાં આવ્યો છે. ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહીલની અધ્યક્ષામાં મળેલી જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. જેથી હવે વેરાવળ શહેરની શાન સમા આ પ્રોજેક્ટની જાળવણી અને વિકસાવવાની કામગીરી વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના શીરે રહેશે. જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની યોજાયેલી બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી અને ચીફ ઓફિસર ડી.ડી. ચાવડા તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ સાથે વેરાવળ ચોપાટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટની યોગ્ય જાળવણીની સાથે તેને તબક્કાવાર વિકસાવવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જાહેરજનોની સાથે પ્રવાસીઓ માટે પણ એક રમણીય સ્થળ બનીને ઉભરી આવે તે માટે જરૂરી વ્યવસ્થા કરવા માટે પરામર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં ગુજરાત પ્રવાસન નિગમના ડીરેક્ટર ઝવેરભાઈ ઠકરાર, નિવાસી અધિક કલેક્ટર બી.વી લિંબાસીયા, પ્રાંત અધિકારી સરયુબા જસરોટીયા, મામલતદાર વેરાવળ શહેર અને જિલ્લા પ્રવાસન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews