જૂનાગઢ જીલ્લો તેમજ આજુ-બાજુનાં ત્રણ જીલ્લાનાં ર૦ લાખથી વધુ લોકો માટે લાઈફ લાઈન પુરવાર થઈ રહેલી જૂનાગઢની સિવિલ હોસ્પિટલ સાચા અર્થમાં ગરીબ દર્દીઓ અને દરીદ્ર નારાયણ માટે આર્શીવાદ સાબીત થઈ રહી છે. જેનો શ્રેય સિવિલ હોસ્પિટલનાં સુપ્રિન્ટેડેન્ટ અને કર્મયોગી સુશીલકુમાર અને તેમની ટીમને જાય છે. કોરોના બીજી લહેર વખતે ૧૦ હજારથી વધુ પોઝીટીવ દર્દીઓને સફળ સારવાર કરવાનું મીશન પાર પાળ્યા બાદ હવે જયારે ઓમિક્રોનનો ખતરો અત્યંત વધી ગયો છે અને ત્રીજી લહેરનાં ભણકારા વાગી રહ્યા છે ત્યારે સુશીલકુમારનાં નેતૃત્વ હેઠળ ફરી એકવાર જૂનાગઢ સિવિલનું તંત્ર હાઈએલર્ટ મોડ ઉપર આવી ગયું છે અને ત્રીજી લહેરનો સામનો કરવા માટે શકય તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઓકિસજન બેડ, દવાઓનો જથ્થો, પુરતો મેડીકલ સ્ટાફ સહિતની તૈયારી સાથે ઓમિક્રોનનો મુકાબલો કરવા માટે સમગ્ર સિવિલ હોસ્પિટલનું તંત્ર રાઉન્ડ ધ કલોક કાર્યવાહી કરી રહયું છે. હાલમાં જૂનાગઢ સિવિલનાં ઓમિક્રોન વોર્ડમાં ત્રણ સસ્પેકટેડ દર્દીઓ છે જેમાંથી એકનો રીપોર્ટ નેગેટીવ આવી ગયો છે. જે સુખદ સમાચાર છે. ડો. સુશીલકુમારનાં જણાવ્યા અનુસાર હાલમાં આગામી તા.૩ જાન્યુઆરીથી ૧ર થી ૧૮ વર્ષનાં કિશોરોને વેકસીન આપવા માટે સિવિલ હોસ્પિટલમાં તૈયારી કરી લેવામાં આવી છે. તેમજ ૧૦ જાન્યુઆરીથી હેલ્થ વર્કર અને ૬૦ વર્ષ કે તેનાથી ઉપરનાં વ્યકિતઓને વેકસીનનો બુસ્ટર ડોઝ આપવા માટે તંત્ર સજ્જ થઈ ગયું છે. ડો. શુસીલ કુમારનાં જણાવ્યું કે, સિવિલમાં આવતા તમામ દર્દીઓની સચોટ સારવાર માટે સમગ્ર સ્ટાફ ખૂબ જ નિષ્ઠા પૂર્વક કામ કરે છે. તેથી જ આપણે કોરોનાની બીજી લહેર વખતે ખૂબ જ મહત્વની કામગીરી કરી શકયા છીએ. સિવિલ હોસ્પિટલમાં હાલમાં રેડીયોગ્રાફીની સુવિધા શરૂ થઈ ગઈ છે. જેમાં બહાર ખાનગી હોસ્પિટલ કરતા ઓછા દરે કોન્ટ્રાસ્ટ સ્કેન કરી આપવામાં આવે છે. જેમાં બીપીએલ કાર્ડ ધારકનો આ સુવિધા વિના મૂલ્યે આપવામાં આવે છે. જયારે બીપીએલ સિવાયનાં લોકો માટે નજીવા દરે સીટીસ્કેન કરી આપવામાં આવે છે. તદઉપરાંત હાલમાં સિવિલ હોસ્પિટલમાં લાઈબ્રેરીની સુવિધા શરૂ કરવામાં આવી છે. તેમજ આગામી સપ્તાહથી સિવિલ હોસ્પિટલમાં યોગા કલાસ પણ શરૂ કરવામાં આવી રહયા છે. જે સિવિલ હોસ્પિટલનાં સ્ટાફ જ નહી પરંતુ તમામ મુલાકાતી, દર્દીઓ પણ તેનો લાભ લઈ શકશે. આમ સિવિલ હોસ્પિટલમાં માત્ર દર્દીઓની સારવાર જ નહી તેમના માનસીક, સામાજીક સ્વાથ્ય માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews