જૂનાગઢમાં ૧૫ કિમીની ઝડપે પવન ફૂંકાયો, બેઠો ઠાર

0

જૂનાગઢ શહેરમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થયો છે પરિણામે બપોરના સમયે ઠંડીની અસર ઘટી રહી છે. જાેકે, સવારના સમયે પવનની ઝડપ વધી જતા લોકોને બેઠા ઠારનો સામનો કરવો પડી રહ્યો છે. જૂનાગઢ શહેરમાં સોમવારની રાત્રિથી પવનની ઝડપમાં ભારે વધારો થયો છે. આખી રાત સુસવાટા મારતા પવનો ફૂંકાયા હતા જે વ્હેલી સવારે પણ ચાલુ જ રહ્યા હતા પરિણામે ખાસ કરીને વહેલી સવારના સમયે લોકોને આકરી ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. દરમ્યાન આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, શહેરમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઉંચું રહ્યું છે જેના કારણે ઠંડીની અસરમાં ભારે ઘટાડો થયો છે. જાેકે, વ્હેલી સવારે ખાસ કરીને ૫ થી લઇને ૮ સુધીના સમયગાળામાં પવનની ઝડપ ૧૩ થી ૧૫ કિલોમિટર પ્રતિ કલાકની રહેવા પામી હતી. આમ, તેજગતિથી ઠંડાગાર પવન ફૂંકાતા શહેરીજનોને ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. દરમ્યાન આગામી ૨ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રીનો ઘટાડો થશે સાથોસાથ પવનની ઝડપમાં પણ વધારો થશે જેના કારણે ફરી ઠંડીનો ચમકારો અનુભવાશે. જાેકે, આ ઠંડીનો ચમકારો લાંબા સમય સુધી નહિ રહે. ૨ દિવસ બાદ ફરીથી લઘુત્તમ તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રીનો વધારો થશે પરિણામે ફરી ઠંડી તેની નોર્મલ સ્થિતીમાં આવી જશે. શિયાળાની સીઝનમાં પણ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ત્યારે જ સોમવારે રાત્રીથી જ આકાશમાં વાદળો જાેવા મળી રહ્યા હતા અને અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડતા ખેડૂતોને આર્થીક ફટકો પડયો છે. ત્યારે જ કેશોદ પંથકનાં અમુક ગામડાઓમાં પણ વહેલી સવારે વરસાદી માહોલ જાેવા મળ્યો હતો અને છાટાં પડયા હતા. જાેકે, થોડા સમય બાદ વાતાવરણ ચોખ્ખુ થઈ જતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!