ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. અને જેનાં ભાગરૂપે આજે જૂનાગઢનાં શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે સરકારશ્રીની વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને લાભ આપવાનો એક કાર્યક્રમ યોજવામાં આવી રહેલ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર શામળદાસ ગાંધી ટાઉનહોલ, સરદાર ચોક જૂનાગઢ ખાતે ખાજે તા.૨૯ ના સવારે ૧૦-૩૦ કલાકે સુશાસન સપ્તાહ ઉજવણીના ભાગરૂપે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજનાના ૬૦૯ લાભાર્થીને સાધન સહાય, ચેક વિતરણ સાંસદ રાજેશભાઇ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાયો છે. જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આયોજિત આ સમારંભમાં પૂર્વ કેબીનેટ મંત્રી અને માણાવદર મતવિસ્તારના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારિયા, મેયર ધીરૂભાઇ ગોહેલ, ધારાસભ્ય ભીખાભાઇ જાેશી, બાબુભાઇ વાજા, હર્ષદભાઇ રીબડીયા, સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયત જૂનાગઢના ચેરમેન જીવાભાઇ સોલંકી સહીતનાં મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં. આજરોજ સરકારની વિવિધ સહાયકારી યોજનાઓમાં દિવ્યાંગ સાધન સહાય અંતર્ગત ૯૬ લાભાર્થી, દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત પ, ઈલેકટ્રીક સ્કુટર યોજના-પ, ડો. આંબેડકર આવાસ યોજના-ર૦, કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના-૧૧, ડો. સવિતાબેન આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના-ર, ડો. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના-૮, પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત પ્રથમ હપ્તાનાં ૧૦ લાભાર્થી, ત્રીજા હપ્તાનાં ૪૦ લાભાર્થીઓને સહાય, કુંવરબાઈ મામેરૂ યોજનાનાં ૧૦૦ લાભાર્થી, લોન યોજના અંતર્ગત-૧, લોન યોજના અંતર્ગત અન્ય-૧૬, સહાય યોજના અંતર્ગત ર૯પ મળી કુલ ૬૦૯ લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવેલ છે. અને કુલ રૂા. ૧૦૪.ર૪ કરોડની સહાય આપવામાં આવી હતી. અને આ કાર્યક્રમને આયોજકો તરફથી સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews