કોરોનાની ત્રીજી લહેર વચ્ચે સ્થાનિક તંત્રની બેદરકારી : ઉના સિવિલ હોસ્પિટલમાં ઉદ્‌ઘાટનની રાહમાં ઓક્સિજન પ્લાન્ટ

0

કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં ભારે આંતક મચાવ્યો હતો. ત્યારે ત્રીજી લહેરના ભણકારા વચ્ચે પણ કેટલાક દર્દીઓ બેડ અને ઓક્સિજન જેવી સુવિધાઓના અભાવના કારણે મૃત્યું પામવાનો ડર સતાવી રહ્યો છે. ત્યારે ઉના સિવિલ હોસ્પિટલમાં કુલ બે ઓક્સિજન પ્લાન્ટ છે જેમાં એક ગવર્મેન્ટ અને બીજાે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ખરીદાયેલ છે. જે છેલ્લા ઘણા સમયથી ધુળ ખાઈ રહ્યો છે. બીજી બાજુ ઓક્સિજનનાં અભાવના કારણે તાલુકા અને ગામડામા કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉના સિવિલ હોસ્પિટલ ખાતે એક ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં પડી રહ્યો છે એક તરફ કોરોનાની ત્રીજી લહેરની ગણતરીઓ ગણાઇ રહી છે. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઓક્સિજન પ્લાન્ટ આપવાની જાહેરાત નવ માસ અગાઉ કરવામાં આવેલી હતી અને તે પ્લાન્ટની તમામ સાધન સામગ્રી ઉના સિવિલ હોસ્પિટલ ખાતે આવી ગયેલ છે. ઓક્સિજન પ્લાન્ટ માટે વીજ કનેકશન સહિત મીટર પણ લગાવીને તૈયાર થઈ ગયેલા હોવા છતાં આજ દિન સુધી ઓક્સિજન પ્લાન્ટ શરૂ થયેલ નથી. જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં કોરોનાની ત્રીજી લહેરમાં આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય અને તંત્ર દ્વારા વહેલી તકે બંને ઓક્સિજન પ્લાન્ટ ચાલુ થાય તેવી લોકોની માંગ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!